ડીસાના દામા નજીકથી જીવદયા કાર્યકરોએ ત્રણ પાડા ભરેલું પીકઅપ ડાલું ઝડપ્યું

- Advertisement -
Share

ડીસાના દામા ગામ નજીકથી ગુરૂવાર વહેલી સવારે જીવદયા કાર્યકરોએ ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જતાં ત્રણ પાડા ભરેલા પીકઅપ ડાલાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

 

 

ડીસા તાલુકાના દાંમા ગામ નજીકથી ગુરૂવાર વહેલી સવારે એક પીકઅપ ડાલામાં ગેરકાયદેસર રીતે અબોલ પશુઓને કતલખાને લઇ જવામાં આવતા હોવાની બાતમી એકતા એજ લક્ષ સંગઠનનાં કાર્યકર હિમાલય માલોસણીયા, મનીષ ભાટ, નમન પુરોહિત, સુરેશ ચૌધરીને મળી હતી.

 

 

આથી આ તમામ જીવદયા કાર્યકરો ગુરૂવારે વહેલી સવારે ગોઢા ફાટકથી આવી રહેલ સફેદ પીકઅપ ડાલાને દાંમાથી કંસારી વચ્ચે ઝડપી પાડ્યું હતું. જીવદયા કાર્યકરોએ પીકઅપ ડાલામાં તપાસ કરતાં ત્રણ જીવતા પાડા મળી આવ્યાં હતાં. આથી ડીસા તાલુકા પોલીસ મથકે હિમાલયકુમાર રમેશભાઇ માલોસણીયા (રહે. દાતીવાડા કોલોની)એ ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી.

 

 

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!