ડીસામાં પ્રથમ વરસાદે મુખ્ય ગટરનું નાળુ તૂટ્યું : નગરપાલિકાના પ્રિ-મોન્સૂનની પોલ ખુલી

- Advertisement -
Share

એસ.ડી.એમ. કચેરી અને તાલુકા પોલીસ મથક વચ્ચેની દીવાલ પણ ધડાકાભેર ધરાશાયી થઇ ગઇ

 

ડીસામાં લાંબા સમય સુધી મેઘરાજાએ રાહ જોવડાવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમાં 3 કલાકમાં પાંચેક ઇંચ વરસાદ ખાબક્યો હતો.

જેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને નગરપાલિકાના પ્રિ-મોન્સૂનની પોલ પણ ખુલી ગઇ હતી.

જેમાં વાડી રોડ સ્મશાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ ગટરનું મુખ્ય નાળુ પણ તૂટી જવા પામ્યું હતું. આ ઉપરાંત ડીસા એસ.ડી.એમ. કચેરી અને તાલુકા પોલીસ મથક વચ્ચેની દીવાલ પણ ધડાકાભેર ધરાશાયી થઇ ગઇ હતી.

આમ ડીસામાં પ્રથમ વરસાદે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. જયારે સલ્મ વિસ્તારના લોકોને વરસાદી પાણીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

જયારે ડીસામાં ભારે વરસાદના પગલે ડોલીવાસથી માલગઢ જતાં રસ્તા પર બાવળનું ઝાડ ધરાશાયી થયું હતું.
જેમાં રાત્રિના સમયે ઝાડ ધરાશાયી થતાં મોટી જાનહાની ટળી હતી. જયારે રસ્તો બંધ થઇ જતાં લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

 

 

From-Banaskantha update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!