ડીસામાં આખલા સિવાયના અન્ય પશુઓ શેરી ગળીયોમાં જોવા મળી રહ્યા છે…

- Advertisement -
Share

ડીસામાં છેલ્લા 5 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા હોવા છતાં વિકાસના કામો રૂંધાયા છે તો બીજી તરફ પ્રાથમિક સુવિધાઓમાં ડીસા પાલિકાનાં સત્તાધીશો જનતાને સંતોષ આપી શક્યા નથી.

 

 

ડીસામાં પ્રથમ અઠી વર્ષના શાસનમાં પાલિકા દ્વારા વિકાસના કાર્યો વેગવંતા બનતા જોઈ લોકો હરખાઈ ગયા હતા અને અમુક અંશે લોકોએ હાશકારો પણ અનુભવ્યો હતો અને તે સમયના સાસકના કાર્યોને લોકોએ વખણાયા હતા.

 

 

જેમાં મોટા મોટા કામો જોવા જઈએ તો ડીસાના લોકોને સ્ટ્રીટ લાઈટ, ડોર ટુ ડોર કચરાની ગાડી દ્વારા કચરાનું કલેક્શન, સારા રોડો, વાઈ-ફાઈ, સી.સી.ટી.વી કેમેરા, સ્વચ્છ રોડ રસ્તાઓ તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓમાં નોંધપાત્રો સુધારો જોવા મળ્યો હતો અને તેની સાથે સાથે નવો એક ગાર્ડન પણ મળ્યો હતો પણ તેમાં જમીની વિવાદ સર્જાયો હતો અને લોકોમાં ચર્ચા હતી કે આ આ મુદ્દો આંતરીક વિવાદના કારણે બગીચો આજે વિરાન બની ગયો અને હજુ સુધી તેનો નિકાલ આવ્યો નથી.

 

 

જ્યારે છેલ્લા 2 વર્ષના સમયથી ડીસાની દશા અને દિશા બંને બદલાઈ ગઈ જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢેર તેમજ તૂટેલી હાલતમાં રોડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે અને રખડતા ઢોરોને યોગ્ય સ્થળે સ્થળાંતર કરવા માટે લાખો રૂપિયા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા તેમ છતાં આજે ડીસાના જાહેર માર્ગો પર રખડતા ઢોર અડિંગઓ જમાવી બેઠાં હોય છે જે રાહદારીઓ માટે મોટી મુશ્કેલીઓ અને વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ સર્જી રહ્યા છે.

 

 

જે ડીસામાં રખડતા પશુઓમાં આખલો અને ગાયો જોવા મળતી હતી પણ હવે તો મોટી સંખ્યામાં ભૂંડ પણ જોવા મળી રહ્યા છે અને આ ભૂંડની પ્રજાતિ મોટી સંખ્યા હોવાથી અનેક સોસાયટી જાહેર માર્ગો પર ફરતા જોવા મળી રહ્યા છે અને સ્થાનિકોમાં ભૂંડના કરડવાનો ડર પણ સતાવા લાગ્યો છે.

 

 

જ્યારે સફાઈ બાબતે વાત કરીએ તો ડીસામાં સૌથી વધુ પ્લાસ્ટિકના ઢગ જોવા મળી રહ્યા છે તો થોડા સમય અગાઉ જ ડીસા પાલિકાએ પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવ્યો હતો તો આ પ્લાસ્ટિકનો કચરો ક્યાંથી આવે છે..?

 

 

જ્યારે ડીસાના લોકો આ વખતની ચુંટણીમાં સારા અને ડીસાના હિતમાં કાર્ય કરે તેવા શાસકની તરફ રાહ જોઈને બેઠા છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!