COVID-19ની વેક્સીન લીધા બાદ પણ મંત્રી અનિલ વિજ થયા કોરોના સંક્રમિત

- Advertisement -
Share

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કોરોના સંક્રમિત થયા છે. આ અંગે તેમણે જાતે જ ટ્વીટ કરીને માહિતી આપી છે. અનિલ વીજે ટ્વિટ કરીને કહ્યું છે કે હું કોવિડ-19ની તપાસમાં સંક્રમિત આવ્યો છે. હું સિવિલ હૉસ્પિટલ અંબાલા કેન્ટમાં દાખલ છું. અહીં મારી સારવાર ચાલી રહી છે. સાથે જ તેમણે વિનંતી કરી છે કે તેમના સંપર્કમાં આવેલા તેમામ લોકો કોરોનાની તપાસ કરાવી લે. ઉલ્લેખનીય છે કે 20મી નવેમ્બરના રોજ અનિલ વીજને કોરોનાની વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

હકીકતમાં 20મી નવેમ્બરના રોજ વેક્સીનના ત્રીજા તબક્કાનો પ્રથમ ડોઝ અનિલ વિજને આપવામાં આવ્યો હતો. તેમને અંબાલા કેન્ટની નાગરિક હૉસ્પિટલમાં આ ડોઝ આપવામાં આવ્યો હતો. પીજીઆઈ રોહતકની દેખરેખ હેઠળ મંત્રી વિજને વેક્સીન આપવામાં આવી હતી. જેના અડધા કલાક સુધી તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ પહેલા રોહતક પીજીઆઈની ટીમે સ્વાસ્થ્ય મંત્રીના લોહીનું સેમ્પલ લીધું હતું.

ડોઝ આપતી વખતે રોહતક પીજીઆઈના વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે કોવેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા 200 વૉલન્ટિયર્સને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રથમ ડોઝના 28 દિવસ બાદ તેમને બીજો ડોઝ આપવામાં આવશે. ભારત બાયોટેક સ્વદેશી કંપની છે જેણે Covaxin નામે કોરોનાની રસી બનાવી છે. હાલ આ રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!