ડીસાના બસ સ્ટેશનમાં ઠેર-ઠેર ગંદકીથી નર્કાગાર જેવી સ્થિતિ, રોગચાળાની ભિતી

- Advertisement -
Share

ડીસા શહેરના નવા બસ સ્ટેશનમાં એસ.ટી વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બસ સ્ટેશન આજે યોગ્ય જાળવણી અને સાફ સફાઈના અભાવે નર્કાગારમાં ફેરવાયું છે. ઠેર ઠેર પાણી સને ગંદકીના કારણે રોગચાળાની સ્થિતિ ઉભી થઈ છે.

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આધુનિક સુવિધાઓ ધરાવતું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું પરંતુ એસટી નિગમના સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારીઓ અને યોગ જાળવણીના અભાવે આજે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું બસ સ્ટેશન ઠેરઠેર ગંદકીથી ખદબદી રહ્યું છે.

બસ સ્ટેશન અંદર અને પ્લેટફોર્મ ઉપર તો સફાઈ કરવામાં આવતી હોવાનું જણાય છે પરંતુ બસ સ્ટેશનને અડીને આવેલ દીવાલો આગળ ગંદા પાણીના ભરાવાના લીધે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને આ ગંદકીની આજુબાજુમાં જ ટી સ્ટોલ અને નાસ્તાની દુકાનો ધમધમી રહી છે. જેથી રોગચાળાની ભિતી સેવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાત-દિવસ બસમાં ફરજ બજાવીને આવેલ ડ્રાઈવર અને કલીનરોને આરામ અને ફ્રેશ થવા માટે પણ યોગ્ય વ્યવસ્થા નથી. આ ઉપરાંત કર્મચારીઓને પણ પાણીના અભાવે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
ડીસા શહેરના નવે બસ સ્ટેશનમાં છેલ્લાં ઘણા સમયથી પાણીનો બોરવેલ ખરાબ હોઈ કોઈ કારણોસર બંધ પડેલો છે. જેથી બસ સ્ટેશનમાં પાણી બસમાં પાણીની ટાંકીઓ મુકીને લાવવામાં આવી રહ્યું છે. પાણીની સમસ્યાથી કર્મચારીઓ ઉપરાંત મુસાફરો અને સ્થાનિક વેપારીઓ હલકી ભોગવી રહ્યાં છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!