અમીરગઢ પંથકમાં સવારના સુમારે હળવો વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી
બનાસકાંઠા જિલ્લામાં તંત્રની આગાહી વચ્ચે અંબાજી,પાલનપુર,અમીરગઢ અને દાતામાં ભારે ઉકળાટ બાદ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.
દાંતાની રાવણ ટેકરી પાસે અચાનક પવન ફૂંકાતા દુકાનનું છાપરું ઉડયું
બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં આજે પહેલા અમીરગઢ પંથકમાં ભારે વાવાઝોડા સાથે કમોસમી માવઠું થયું હતું. કરા સાથે કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. ત્યારબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ દાંતામાં ભર બપોરે ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. અંબાજી અને દાંતામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. દાતાના રાવણ ટેકરી પાસે એક દુકાનનું છાપરું ઉડી ગયું હતું.
કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયા હતા
બનાસકાંઠાના વિસ્તારમાં ગઈકાલ મોડી સાંજ પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયા હતા. તેમજ ઠંડો પણ ફુંકાયો હતો. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં કમોસમી હળવો વરસાદ પડી શકે તેમ છે અને તંત્રે વરસાદની આગાહીને લઇ જિલ્લાના તમામ માર્કેટયાર્ડના સંચાલકોને જાણ કરાઈ છે.
અમીરગઢ પંથકમાં હળવો વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી
જેમાં ખુલ્લામાં પડેલો માલ-સમાન કે અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચન કર્યું હતું. કોરોના મહામારી વચ્ચે વરસાદની આગાહીથી તંત્રની દોડધામ વધી હતી. બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ અગાઉ પણ ધાનેરા તેમજ આજુબાજુ ના વિસ્તારમાં સાંજના સુમારે વરસાદ પડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે ઉત્તમ ગુજરાતમાં સવારથી વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. અને સવારના સુમારે
અમીરગઢ પંથકમાં હળવો વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી હતી
બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહીને લઇ જિલ્લાના તમામ માર્કેટયાર્ડના સંચાલકોને જાણ કરાઈ છે. અને ખુલ્લામાં પડેલો માલ- સમાન કે અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચન કર્યું હતું. તેમ ડિઝાસ્ટર અધિકારી સંજય ચૌહાણે જણાવ્યું છે.