ભૂતિયાવાસણા ગામના ગ્રામજનોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાણાકીય સહાયની માંગણી કરેલ. જે ગ્રાંટ સરકાર માંથી મંજૂર થઈ આવેલ.આ કામના ફરિયાદીએ આરોપીને ગ્રામજનો વતી લાભાર્થિઓના મકાન સહાય મંજૂર થવા અંગેનો ઠરાવ કરી આપવા રજૂઆત કરેલ. જે અન્વયે આરોપીએ ફરીયાદી પાસેથી ગામલોકોના એક ફોર્મ દીઠ રૂ.૩૦૦૦/- લેખે કુલ ૪૨ લાભાર્થિઓના રૂ.૧,૨૬,૦૦૦/- ની માંગણી કરેલ અને તે પેટે પ્રથમ ૫૧૦૦૦/- ની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય તેમણે પાટણ એસીબી ખાતે ફરિયાદ કરતા જે ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આજ રોજ રૂ.૫૧,૦૦૦/-ની લાંચ લેતા મહિલા તલાટી દિપાલીબેન હરગોવિંદભાઈ પટેલ પકડાઈ જતા ગુનો નોધાયો.
ટ્રેપિંગ અધિકારીઃ- શ્રી જે.પી.સોલંકી, પોલીસ ઇન્સપેકટર એ.સી.બી. પો.સ્ટે. પાટણ
સુપર વિઝન અધિકારીઃ-શ્રી કે.એચ.ગોહિલ, મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ