ડીસા તાલુકામાં ગુમ થયેલ કીશોરીને ગણતરીના કલાકોમાં ઉત્તર પોલીસે શોધી તેના વાલી વારસને સુપ્રત કરી

- Advertisement -
Share

ડીસા તાલુકાના કુવારાપાદર ગામની કિશોરી ડીસા ના ફુવારા સર્કલ પાસે થી ગઈ કાલે ગુમ થતા ડીસા ઉત્તર પોલીસ મથકે જાણ કરતા ઉત્તર પોલીસે ગણતરી ના કલાકોમાં ગુમ થયેલ કિશોરી ને શોધી તેમના પરિવાર ને સોંપી સરાહનીય કામગીરી કરેલ છે.

[google_ad]

ડીસા તાલુકાના કુવારાપાદર ખાતે રહેતા પોપટજી આદાજી જાતે.ઘટાડ (માજીરાણાં) ની દીકરી નિશાબેન ડો/ઓ પોપટજી આદાજી ઘટાડ (માજીરાણા)ઉ.વ.૧૭ અમારા ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હતી.

તેમની દિકરી નિશાની શોધખોળ કરતા હતા તે દરમિયાન એક રીક્ષા ચાલકે કહ્યું કે તમારી દિકરી નિશાને ડીસા ફુવારા સર્કલ પાસે ઉતારેલ હતી ત્યાર બાદ કિશોરી નિશા ના પિતા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે આવી ઉત્તર પોલીસ સ્ટેશન ના પી. આઈ.જે.વાય.ચૌહાણ ને સમગ્ર વાત કરતા પી. આઈ.જે.વાય.ચૌહાણ તેમજ તેમની ટીમે તપાસ હાથ ધરી હતી.

Advt

[google_ad]

ગુમ થયેલ કિશોરી નિશાને કચ્છ જીલ્લાના આડેસર તાલુકામાં આવેલ “મોમાઇ માતાજીના મંદિરમાં” હોવાની કીકત મળતા ડીસા ઉત્તર પોલીસ એ તાત્કાલીક આડેસર પોલીસ સ્ટેશન સંપર્ક કરી બાળ કીશોરીનો ફોટો મોકલી આપેલ જે આધારે આડેસર પોલીસે મોમાઇ માતાજીના મંદિરે જઇ તપાસ કરતા બાળ કીશોરી નિશા મોમાઇ માતાજીના મંદિરમાં મળી આવેલ બાળ કીશોરીનો કબ્જો આડેસર પોલીસે કબજે લઈ અને તાત્કાલીક ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન જાણ ઉત્તર પોલીસ બાળ કીશોરીના વાલી સાથે આડેસર જઈ બાળ કીશોરીનો કબ્જો લઈ સહી સલામત બાળ કીશોરી ને તેના પિતાજી પોપટજી આદાજી જાતે.ઘટાડ (માજીરાણાં) રહે.કુવારા પાદર તા.ડીસા વાળાઓને સોપી ગણતરીના કલાકોમાં ડીસા ઉત્તર પોલીસે નિશાને શોધી કાઢી સરાહનીય કામગીરી કરેલ છે.

[google_ad]


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!