બનાસકાંઠાની આંગણવાડીઓમાંથી સિંગતેલના ડબ્બાઓ પરત મંગાવ્યા

- Advertisement -
Share

એક્ષપાયરી તારીખ નજીક આવતાં તમામ ડબ્બાઓ પરત લેવાયા છે : સી.ડી.પી.ઓ. : ​​​બનાસકાંઠા ​​​​​​​જીલ્લામાંથી 12,000 કરતાં વધારે તેલના ડબ્બા પરત લેવાયા

 

બનાસકાંઠાની આંગણવાડીઓમાં સિંગતેલના 12,477 ડબ્બાઓ પરત મંગાવ્યા છે. આંગણવાડીઓમાં 1 વર્ષ અગાઉ લાભાર્થીઓને સુખડી બનાવવા માટે તેલ આપ્યું હતું અને તે પણ જરૂરીયાત કરતાં પણ વધારે એક સાથે આપી દેવામાં આવ્યું હતું.

ત્યાર પછી 2 માસમાં જ આ યોજના બંધ કરવામાં આવતાં આ તેલના ડબ્બાઓ આંગણવાડીઓમાં પડયા રહેતાં બનાસકાંઠા જીલ્લામાંથી 12,000 કરતાં વધારે તેલના ડબ્બા જ્યારે ધાનેરામાંથી 1,000 તેલના ડબ્બા પરત મંગાવવામાં આવી રહ્યા છે.

 

જેના કારણે આ ડબ્બાઓ પરત લાવવાનો ભાર પણ આંગણવાડી કાર્યકરો ઉપર નાખવામાં આવી રહ્યો હોવાનું કાર્યકરો જણાવી રહી છે.

 

ધાનેરા તાલુકામાં ઘટક-1 માં 79 અને ઘટક-2 માં 116 આંગણવાડી કેન્દ્રો આવેલી છે અને આ તમામ આંગણાવાડી કેન્દ્રો ઉપરથી 850 જેટલાં સિંગતેલના ડબ્બાઓ પરત કરવામાં આવ્યા છે.
ત્યારે આ બાબતે ઘટક-2 ના સી.ડી.પી.ઓ. મીરાબેનને પૂછતાં તેઓએ આ બાબતે ઉધ્ધતાઇ ભર્યાં જવાબો આપ્યા હતા. જયારે કલાર્ક દ્વારા પણ આ તેલનો જથ્થો કયારે આપવામાં આવ્યો તે બાબતે તેમણે પણ ગોળ-ગોળ જવાબ આપ્યો હતો.

 

આ બાબતે આઇ.સી.ડી.એસ. જીલ્લાના પ્રોગ્રામ ઓફીસર ઉષાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, ‘એપ્રિલ-2022 થી સપ્ટેમ્બર-2022 ક્વાર્ટરની ડીમાન્ડ જાન્યુઆરી-2022 માં કરાઇ હતી. કોવિડ-19 ચાલી રહ્યો હતો.
કોવિડ દરમિયાન બાળકોને સુખડીમાં 20 ગ્રામ એટલે 28 દિવસ પ્રમાણે તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે મુજબ સોફ્ટવેરમાં 13 ગ્રામ તેલની જગ્યાએ 20 ગ્રામ તેલ મુજબ ગણતરી પ્રમાણે એપ્રિલ-2022 થી સપ્ટેમ્બર-2022 માં ફાળવણી કરાઇ હતી.

 

તા. 17 ફેબ્રુઆરી-2022 થી આંગણવાડી કેન્દ્રો પુનઃ શરૂ થતાં સુખડીની જગ્યાએ ગરમ નાસ્તો આપવાનો શરૂ કરવામાં આવતાં આ તેલ પડયું રહેતાં કમિશ્નર મહીલા અને બાળ આયોગની કચેરી ગાંધીનગર દ્વારા સમગ્ર
રાજ્યમાં આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકો માટે ફાળવવામાં આવેલ સિંગતેલના જથ્થાને ટી.એચ.આર. માટે જી.સી.એમ.એમ.એફ. ના સંલગ્ન ડેરી યુનિટને સોંપવા માટે જે તે જીલ્લામાં જણાવતાં આ જથ્થો પરત મંગાવવામાં આવ્યો છે.

 

આ સિંગતેલના ડબ્બાઓ માર્ચ-2023 માં એક્ષપાયર થાય છે માટે પરત લેવાયેલા સિંગતેલના ડબ્બાઓ જે દરેક જીલ્લામાં જી.સી.એમ.એમ.એફ. ના સબંધિત ડેરી યુનિટને ટી.એચ.આર.ની બનાવટમાં ઉપયોગમાં લેવા માટે આપવામાં આવ્યા છે.

 

લાભાર્થીઓ સ્વીકારવામાં પણ આનાકાની થવાની શક્યતાઓ હોવાથી આ બાબતે સમજ આપવા માટે પણ તમામ જીલ્લાના પ્રોગ્રામ ઓફીસરને જાણ કરવામાં આવી હોવાનું પણ મહીલા અને બાળ આયોગની કચેરી
ગાંધીનગર દ્વારા જણાવ્યું છે. જયારે આખા રાજ્યમાં 71,722 સિંગતેલના ડબ્બાઓ પરત મંગાવ્યા હોવાનું પણ આ કચેરીના અધિકારીએ જણાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!