રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા ‘નારી સુરક્ષા અભિયાન’ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઇ

Share

તા. 29/7/2021થી શરૂ થયેલ 15 દિવસના નારી સુરક્ષા અભિયાનમાં દીકરીઓને રોજ આત્મરક્ષણ માટેના ઉપાયો જેમ કે, કરાટે, તલવારબાજી, લાઠી, હાઈ કિક અને બેક કિક જેવી સ્વ-રક્ષણ ટેકનીકની તાલીમ આર.એસ.એસ.ના શિક્ષક જીતુભાઈ સોની અને પીન્ટુભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ અપાઇ હતી.

[google_ad]

આ કાર્યક્રમમાં આશરે 53 દીકરીઓએ આ તાલીમનો લાભ લીધો હતો અને ગમે તેવી પરિસ્થિતિમાં સામનો કરવાનો આત્મવિશ્વાસ કેળવી પ્રશિક્ષણ લીધું હતું. ગુરુવારે યોજાયેલ સમાપન કાર્યક્રમમાં રોટરી આસીસ્ટન્ટ ગવર્નર શાંતિભાઈ ઠક્કર, સુનિલભાઈ નાઈ, પ્રમુખ ડૉ. રીટાબેન પટેલ મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રો. ચેરમેન પિંકીબેન દેસાઈ, પ્રો. કો. ચેરમેન કાંતાબેન પટેલ, જેબરબેન પટેલ,ધર્મિષ્ઠાબેન પટેલ, પ્રાચીબેન, અલ્પાબેન, નીરૂબેન, વર્ષાબેન, દક્ષાબેન વગેરે રોટેરીયન બહેનો અને સૌ તાલીમાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

From – Banaskantha Update

 


Share