પાલનપુરમાં બે વિદ્યાર્થીનીઓએ ઇમરજન્સી ઘટનામાં જીવ બચાવે તેવું ડીવાઈસ બનાવ્યું

- Advertisement -
Share

ગુજરાત સહિત દેશભરમાં વર્ષ દરમિયાન આગ લાગવાની અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આવી ઘટનાઓમાં લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય એ માટે બનાસકાંઠા જિલ્લાની બે છાત્રાએ એક ઓટોમેટિક ડિવાઇસ તૈયાર કર્યું છે.

 

 

જેમાં બહુમાળી બિલ્ડિંગમાં ભૂકંપ આવે કે આગ લાગે ત્યારે બિલ્ડિંગમાં ઓટોમેટિક બારી ખૂલી જાય અને લપસણી તૈયાર થઈ જાય, એટલે લોકો એમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવી શકે એ માટેનું ડિવાઇસ તૈયાર કર્યું.

 

 

સુરતના તક્ષશિલામાં બનેલી આગની ઘટનામાં અનેક નાના માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. જોકે ત્યાર બાદ પણ આવી અનેક ઘટનાઓ દેશભરમાં બનતી રહી હતી. ક્યારે આવી ઘટનાઓમાં લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય એ માટે પાલનપુરની કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓના મગજમાં વિચાર આવ્યો. બસ, ત્યારથી આ બંને વિદ્યાર્થિનીએ આ વિચારને સાર્થક કરવાનું કામ કરવાનું શરૂ કર્યું.

 

 

પાલનપુર કોલેજમાં અભ્યાસ કરતી હિરલ ગઢવી અને શિવાની ચૌધરી નાનપણથી જ કંઈક અલગ વિચારવાનું અને કંઈક અલગ જ કામ કરવાનો શોખ ધરાવે છે, જેમાં તેમણે અત્યારે એક ઇનોવેશન તૈયાર કર્યું છે, જેમાં બહુમાળી બિલ્ડિંગમાં ભૂકંપ કે આગ લાગે તો તરત સાયરન વાગી લોકોને અલર્ટ કરે અને ઇમર્જન્સી બારી ખૂલી જાય અને લપસણી તૈયાર થઈ જાય અને તેના દ્વારા વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય. બીજી તરફ ઘટના બનતાંની સાથે જ ડિવાઇસના માધ્યમથી જિલ્લામાં ઇમર્જન્સી વિભાજને મેસેજ દ્વારા અલર્ટ કરવામાં આવે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!