ડીસાનાં મંજુલાબેન ૭૦ વર્ષની ઉમરે પણ 8 બીમારી સાથે કોરોના સામે જંગ જીતી ઘરે પરત ફરતાં ખુશીનો માહોલ

- Advertisement -
Share

કોરોનાનો કહેર દિવસે અને દિવસે દેશ દુનિયામાં વધી રહ્યો છે અને બનાસકાંઠા જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને એવા કોરોનાગ્રસ્ત દર્દીઓ જેમની ઉમર ૫૦ વર્ષ કરતા વધારે અને જેમને સુગર હાયપરટેન્શન જેવી બીમારી હોય છે તેવા દર્દીઓને સારવાર દરમિયાન મોત થવાની સંખ્યા મોટી છે જયારે ડીસાના ઉન્નતી પાર્ક સોસાયટીમાં રહેતા મંજુલાબેન મધુભાઈ ઠક્કર પોણો ડઝન બીમારીઓ સાથે કોરોનાને માત આપી ૧૫ દિવસે ઘરે પરત ફર્યા.

૭૦ વર્ષીય મંજુલાબેન ઠક્કર ડીસાની ઉન્નતી પાર્ક સોસાયટીમાં પોતાના દીકરાનાં ઘરે પરિવાર સાથે રહે છે થોડા દિવસ અગાઉ તેઓની તબિયત ખરાબ થતાં તેઓને ડીસાના સ્થાનિક તબીબને બતાવતાં દર્દીને તાવ,શરદી તેમજ શ્વાસ લેવામાં વધુ તકલીફ અને મોટી ઉમર અને અન્ય બીમારીઓનાં કારણે તેઓની સારવાર માટે અમદાવાદ જેવા મોટા શહેરમાં જ સારવાર શક્ય છે કહી તેઓને અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા અને તેઓને અમદાવાદના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન તેઓને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તે પ્રમાણે તેઓને આઈ.સી.યુ.માં સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત તેઓના પરિવાર દ્વારા જણાવ્યા મુજબની અન્ય ગંભીર સાત બીમારીથી પણ પીડિત હતા.

૧.મગજની દવા ચાલુ હતી.
૨.પીતાશય નીકાળી દેવાયેલ હતું
૩.આંતરડા પર સોજો હતો.
૪.હ્રદય પોળું થયેલ હતું.
૫.ફેફસાંમાં પાણી ભરાતું હતું.
૬.ડાયાબીટીસ હતું.
૭.હાયપરટેન્શન હતું.
8.બી.પી.

જયારે અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓ ૫૦ વર્ષ કરતા વધુ ઉમર હોય અને તેઓને ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવી બીમારી હોય તો તેવા મોટાભાગના દર્દીઓના સારવાર દરમિયાન મોત થવાના અનેક અહેવાલ છે જયારે આ ૭૦ વર્ષના મંજુલાબેને 8 કરતા વધુ બીમારીઓ સાથે પણ કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થઇ પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેઓના પરિવારમાં ખુશીનો માહોલ.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!