ધાનેરામાં યુવક પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

ઘાયલ યુવકને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો

 

ધાનેરા કારગીલ હોટલ નજીક શનિવારે જાહેરમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવક પર અંદાજીત ઉપરાઉપરી તીક્ષ્ણ હથિયાર વડે 5 કરતાં વધુ ઘા ઝીંક્યા હોવાથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
યુવકને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો અને હુમલો કરનારની અટકાયત કરી ધાનેરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં સામાન્ય બોલાચાલીમાં જીવલેણ હુમલાઓની ઘટના બનતી હોય છે.

ત્યારે શનિવારે ધાનેરામાં એક જીવલેણ હુમલો થવા પામ્યો છે. ધાનેરાના કારગીલ હોટલ નજીક એક યુવક પર અજાણ્યો શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.

યુવક પર અંદાજીત ઉપરાઉપરી તીક્ષ્ણ હથિયાર વડે 5 થી વધુ ઘા ઝીંક્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

જ્યારે તાત્કાલીક ધાનેરા પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સામાજીક કારણોસર યુવક પર જીવલેણ હુમલો કરવાનું હાલ સામે આવી રહ્યું છે.

હુમલામાં ભોગ બનનાર યુવક રબારી સમાજનો ગામનો હોવાનું સામે આવ્યું છે અને ઘાયલ યુવકને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો છે. પરંતુ યુવક પર જીવલેણ હુમલો કરનાર શખ્સને ધાનેરા પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!