હાલ જ્યારે કોરોનાની મહામારી સામે લોકો પોત પોતાની રીતે સેવા કરી ને આ કપરાં સમયગાળામાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે થેલેસેમીયા તથા જરૂરિયાતમંદ ને લોહીની કમી ના સર્જાય તેના માટે શ્રી ભરતભાઈ ઠક્કર,(માલિક 7 Wonders Hotelપ્રમુખ લોહાણા યુવા સંગઠન તથા BJYM ના કાર્યકારી સભ્ય) દ્રારા સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે 7 Wonders Hotel ખાતે એક રક્તદાન કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં ભારત સરકાર ની ગાઈડ લાઈન મુજબની તકેદારી જેવી કે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ વગેરે પણ રાખવામાં આવી. ગાંધીનગર ની સેવાભાવી પ્રજાનો સારો એવો પ્રતિસાદ મળ્યો.
રક્તદાન કરેલા અને સમય મર્યાદાના લીધે બાકી રહી ગયેલા લોકોને થોડા દિવસ પહેલા સોસીયલ મીડિયા દ્વારા કરવામાં આવેલી અપીલના ભાગરૂપે પક્ષીઓ ને ગરમીમાં પાણી ની કમીના લીધે તકલીફ ના પડે તે માટે પાણીનાં કુંડા તથા ચકલીનાં માળાનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ના પૂર્વ ચેરમેન ડો. આશિષ દવે તથા ડો. ઋત્વિજ ભાઈ પટેલ (BJYM), ધવલભાઈ દવે (BJYM) વગેરે મહાનુભાવો એ પણ હાજરી આપી હતી.