રાજ્યમાં સતત છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા વચ્ચે આજે બનાસકાંઠાના વાવમાં વહેલી સવારે 5.57 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 2.1 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 48 કિમી દૂર નોંધાયું છે.
ભૂંકપના કારણે વહેલી સવારે નિંદ્રામાં પોઢી રહેલા લોકો સફાળા જાગી ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવ્યાં હતા. જો કે તીવ્રતા ઓછી હોવાના કારણે કોઇ હાલ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
રાજ્યમાં હાલ છેલ્લા દિવસોમાં સતત અલગ-અલગ જિલ્લાઓમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. ત્યારે થોડા દિવસ પહેલા કચ્છમાં ઉપરાઉપરી બે ભૂકંપના આંચકા અનુભવતાં લોકોમાં ફરી 2001 ની યાદ તાજી જોવા મળી હતી. ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ અગાઉ સતત જામનગર જિલ્લામાં સતત 5 દિવસ ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. સતત 5 દિવસ સુધી આંચકા અનુભવાતાં લોકોમાં એક રીતે સતત ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે હાલ સતત આવી રહેલા ભૂકંપના આંચકા બંધ થઇ ગયા છે. ત્યારે આ વચ્ચે ભાવનગરના મહુવા પંથકમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
બનાસકાંઠાના વાવમાં ભૂકંપના આંચકા,વહેલી સવારે 5.57 વાગે ભૂકંપના આંચકા
ભૂકંપની તીવ્રતા 2.1 નોંધાઇ, વાવથી 48 કિમી દૂર નોંધાયુ ભૂકંપનું કેન્દ્રબિંદુ