પાલનપુર કલેક્ટર કચેરીએ ભારતીય કિસાન સંઘ દ્વારા બટાકાને ટેકાના ભાવે ખરીદવા રજૂઆત કરાઇ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં આ વખતે બટાકાનું મોટા પાયે વાવેતર થયું છે. વધારે પડતાં ઉત્પાદનના કારણે પૂરતો ભાવ ના માળતા ખેડૂતોને બટાકા ખેતરમાં પડ્યા રાખવાનો વારો આવ્યો છે. જ્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી બટાકા ટેકાના ભાવે ખરીદવાની રજૂઆત કરાઇ છે.

 

 

બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને બટાકા ખેતરમાં પડ્યા રાખવા મજબુર બન્યા છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો ખરીદી અને બટાકાની ખેતી કરી હતી. જોકે, બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડૂતો હવે ખેતરમાં ઢગલા કરવા મજબૂર બન્યા છે.

બટાકાના ભાવ તળીયે બેસી જતા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ રજુઆત કરી છે અને બટાકાને ટેકાના ભાવે ખરીદી કરવા માંગ પણ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં ભાડામાં 75 ટકા સબસીડી આપવા માંગ કરી હતી.

 

 

જ્યારે ગુજરાત બહાર નિકાસ કરવા ટ્રાન્સપોર્ટ ભાડામાં સબસીડી આપવા પણ માંગ કરી છે. સરકાર તાત્કાલિક બટાકાની ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને બચાવી લે તેવી માંગ કરાઇ છે. સાથે સાથે સાત દિવસમાં સરકાર નિર્ણય નહીં કરે તો ભારતીય કિસાન સંઘે આંદોલનની ચીમકી ઉચારી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!