સામરવાડામાં ગૌચરની જમીનના ખોટા દસ્તાવેજ કરી જમીન પડવાનો મામલો ૮ વર્ષે જાગ્યો

- Advertisement -
Share

ધાનેરાના સામરવાડા ગામે આવેલી ગૌચરની જમીન પચાવી પાડવા પંચાયતની ખોટી આકારણી તૈયાર કરી જમીનના ખોટા દસ્તાવેજ બનાવી એક શખ્સે જમીનની બાજુના ખેતર માલીકને વેચી દઇ બાજુનો ખેતર માલીક ગૌચરની જમીન હોવાનુ જાણતો હોવા છતા શખ્સ પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદી કરી દેતા ડેપ્યુટી સરપંચે 8 વર્ષ બાદ બંન્ને શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.

ધાનેરાના સામરવાડા ગામે આવેલી 226 પૈકી 2ની જમીન કે જેનો કબજો બિહારીલાલ બાંકીદાસ મહેશ્વરી ધરાવે છે.જે જમીનની નજીક 227 પૈકી 1ની ગૌચરની જમીન આવેલી છે.ત્યારે 8 વર્ષ અગાઉ ગામના જ વોહતાભાઇ ભગવાનભાઇ પટેલ નામના શખ્સે ગૌચરની જમીનમા ખોટી માલીકી બતાવી નવિન ગામતળમા ગૌચરની જમીનને રહેઠાણની જમીન બતાવી દીધી હતી.અને રૂ.10 લાખના દસ્તાવેજથી બિહારીલાલને વેચી દીધી હતી.

જે બાદ બિહારીલાલ ગૌચરની જમીન પર ખોટા દસ્તાવેજના આધારે કબજો ધરાવી રહ્યા છે.ત્યારે ગામના વોહતાભાઇ અને બિહારીલાલે પંચાયતની ખોટી આકારણી બનાવી ખોટા દસ્તાવેજ બનાવી તેમજ બિહારીલાલ પોતાની સર્વે નં.226 પૈકી 2 નજીક આવેલી જમીન ગૌચરની હોવાનુ જાણતા હોવા છતા ખોટા દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરી પંચાયત સાથે છેતરપીંડી આચરતા ગામના ડેપ્યુટી સરપંચ અમથુભાઇ તળશાભાઇ માજીરાણાએ 8 વર્ષ બાદ વોહતાભાઇ ભગવાનભાઇ પટેલ અને બિહારીલાલા બાંકીદાસ મહેશ્વરી સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!