છાપીમાં દબાણ દૂર કરવામાં બેદરકારી દાખવનાર પંચાયતના સદસ્યને સસ્પેન્ડ કરતાં ચકચાર

- Advertisement -
Share

ડી.ડી.ઓ.એ નોટીસ આપવા છતાં દબાણ ન હટાવતાં કાર્યવાહી હાથ ધરાઇ

 

વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સદસ્યે દબાણ હટાવવામાં બેદરકારી દાખવતા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સભ્ય પદેથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. ગામના ઇતિહાસમાં સૌપ્રથમ સદસ્ય સસ્પેન્ડ થતાં ચકચાર મચી ગઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, છાપી ગ્રામ પંચાયતના સદસ્ય હીરાભાઇ અમરાભાઇ પરમારના મકાન આગળ જાહેર માર્ગ ઉપર ઓટલો બનાવી સંડાસ બનાવ્યું હતું. જે દૂર કરવા માટે અરજદાર જયેશભાઇ વાલુભાઇ મોરે જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.

 

જેથી જીલ્લા વિકાસ અધિકારીએ પંચાયત સદસ્યને 57/1 હેઠળ નોટીસ આપી સ્વૈચ્છાએ દબાણ હટાવવા જણાવ્યું હતું. આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને રીપોર્ટ આપવા જણાવતાં ટી.ડી.ઓ.એ
મંગળવારે દબાણ બાબતે વિસ્તારથી રીપોર્ટ રજૂ કરી જણાવ્યું હતું કે, ‘સદસ્ય દ્ધારા દબાણ હટાવવામાં નિષ્કાળજી રાખી દબાણ અધૂરું હટાવ્યા છે.

 

જેથી જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ છાપી પંચાયતના સદસ્ય હીરાભાઇ અમરાભાઇ પરમાર તેઓની સદસ્ય તરીકેની ફરજ નિભાવવામાં નિષ્કાળજી દાખવવા બદલ ગુજરાત પંચાયત ધારાની કલમ-57/1 હેઠળ તેમના સભ્યના પદ ઉપરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!