ડીસામાં પોકસો એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

દીકરીઓ ઉપર છેડતી, દુષ્કર્મ અને અત્યાચાર જેવા બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે

 

ડીસા સહીત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓ ઉપર છેડતી, દુષ્કર્મ અને અત્યાચાર જેવા બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
ત્યારે આ અત્યાચારોનો ભોગ બનતી દીકરીઓમાં જાગૃતતા આવે અને જે કાયદાની કલમો છે તેનો યોગ્ય ઉપયોગ કરીને આરોપીઓને કડકમાં કડક સજા કઇ રીતે કરી શકાય જેથી કરીને આવા બનાવો અટકે.
ત્યારે ડીસાના કાંટમાં આવેલી લો કોલેજમાં શુક્રવારે પોકસો એક્ટ જાગૃતિ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં લોના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે રાજેશભાઇ કચ્છવા (એડવોકેટ), કાંટ લો કોલેજના આચાર્ય પ્રો. પિયુષભાઇ કાનુડાવાલા, સી.પી. ઠક્કર, પ્રો. હની ઠક્કર, પ્રો. જોગેશભાઇ, મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!