વરસાદ બાદ હવે ડેન્ગ્યુના 2 કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે પાલનપુરના માનસરોવર અને તિરુપતિ ટાઉનશીપમાં ડેન્ગ્યુના કેસ બાદ જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરી છે. ઝરમરિયા વરસાદ બાદ પાલનપુર શહેરમાં રોગચાળાએ માથું ઊંચકવાની શરૂઆત કરી છે. તાવ શરદીના કેસો વચ્ચે ડેન્ગ્યુના 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
[google_ad]
આરોગ્યવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે “માનસરોવરમાં 22 વર્ષીય યુવક અને તિરુપતિ ટાઉનશીપમા 24 વર્ષીય યુવકને ડેન્ગ્યુ થયો હતો તે બન્નેની તબિયત સુધારા પર છે. મચ્છર જન્ય રોગચાળો ન વકરે તેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુરના તમામ 11 વોર્ડમાં 14 ટીમો દ્વારા સરવે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

[google_ad]
હાલમાં જ્યાં ચોખ્ખા પાણીમાં પોરા જોવા મળે છે તે પાણી ખાલી કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. ધાબા પર પડેલા ખુલ્લા પાત્રોમાં આ ડેન્ગ્યુના મચ્છરો પોરા મૂકે છે જેનાથી રોગચાળો વકરી શકે છે.