તીડ ભગાડવાનું નાટક કરતા ભાજપના નેતાઓ : નાટકમાં જીતુ વાઘાણી સહીત કેશાજી અને બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે લીધો ભાગ

- Advertisement -
Share

#Banaskantha તીડ ભગાડવાનું નાટક કરતા ભાજપના નેતાઓ : નાટકમાં જીતુ વાઘાણી સહીત કેશાજી અને બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે લીધો ભાગ

https://youtu.be/wIPXCu0uDDE

બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો તીડના ભયાનક આક્રમણથી હેરાન પરેશાન અને તકલીફમાં મુકાયા છે અને ભાજપના નેતાઓને ટેકનોલોજીનો ઉપયોગ કરી તીડ ભગાડવાની જગ્યા ખેડૂતોની સાથે મજાક કરવાનું શુજી  રહ્યું છે અને આ મજાક એટલા હદ સુધી વાણસી ગયું કે ગુજરાત પ્રદેશના ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણી હાથમાં થાળી અને વેલણ લઈને પાક વગરના ખેતરમાં તીડને ભગાડતા દેખાયા.

તીડ ભગાડવાના તેમની મજાકમાં બનાસકાંઠા સાંસદ પરબત પટેલ પૂર્વ બનાસકાંઠા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ સહિતના નેતાઓ ખાલી વેલણ વગાડતા જોવા મળ્યા હતા શું આ નેતાઓ પાક વગરના ખેતરમાંથી તીડ ને ઉડાડી ખેડૂતોનું મજાક ઉડાવી રહ્યા છે કે પછી તેઓને ખેડૂતો સાથે સાચી હમદર્દી છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી

આજના અત્યાધુનિક યુગમાં ખેડૂતો માટે કાળ સમાન આ તીડને ભગાડવા માટે થાળી વેલણનો ઉપયોગ કરવો પડે અને એ પણ ભારતની સૌથી શક્તિશાળી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષને તો ખરેખર ખેડૂતોનો દુર્ભાગ્ય જ કહેવાય કે તેઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હજુ સુધી તીડ ના આક્રમણને રોકવા માટે યોગ્ય પગલાં લઇ શક્યા નથી અને થાળી વેલણ નહીં પાક વગર ના ખેતરમાં ઉતરી તીડ ભગાડવાનું નાટક સર્જી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આની પૂર્વ જ્યારે તીડ નો આક્રમણ થયું હતું ત્યારે તત્કાલીન સરકારે હેલિકોપ્ટર દ્વારા દવાનો છટકાવ કરાવીને તીડના આક્રમણનો સામનો કર્યો હતો.

પરંતુ આ નવા નેતાઓને ખેડૂતોની ચિંતા નથી ખેડૂતોના પાકની ચિંતા નથી માત્ર પોતાની પબ્લીસીટી માં રસ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભાજપાના આ નેતાઓને નાટક બંધ કરી વીમા કંપનીઓ ઉપર દબાણ નાખી ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર આપવું જોઈએ તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.

આખરે જયારે મંત્રીઓ તીડને ભગાડવાના પ્રયાસ સ્વરૂપ ખેતરોમાં ઉતર્યા ત્યારે તંત્ર પણ દોડતું થયું.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!