ડીસામાં પ્રધાનમંત્રીના 72 માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ

- Advertisement -
Share

સરકારે રૂ. 500 કરોડની સહાય જાહેરાત કર્યાં બાદ હજુ સુધી સહાયની રકમ ચૂકવી નથી : સરકાર જલ્દી ગાયોને સહાય ચૂકવે તેવી માંગ કરી

 

બનાસકાંઠાના ડીસામાં શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72 માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ હતી.

ગૌશાળાના સંચાલકોએ ગાયનું મુખવટો પહેરી કેક કાપી પ્રધાનમંત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી અને સરકાર જલ્દી ગાયોને સહાય ચૂકવે તેવી માંગ કરી હતી.

 

ડીસામાં ગૌશાળા સંચાલકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72 માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
સરકારે રૂ. 500 કરોડની સહાય જાહેરાત કર્યાં બાદ હજુ સુધી સહાયની રકમ ચૂકવી નથી. વારંવાર રજૂઆત બાદ પણ સહાય ન ચૂકવતાં ગૌશાળાના સંચાલકોમાં ભારે નારાજગી છે.
તે દરમિયાન શનિવારે ગૌશાળાના સંચાલકોએ ગાયનો મુખવટો પહેરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી હતી.
જયારે સ્વર્ગસ્થ ગાયો પણ નરેન્દ્ર મોદીને આશિર્વાદ આપતી હોય અને બાકી રહેલી ગૌશાળાની ગાયોને સરકાર જીવિત રાખવા માટે તાત્કાલીક સહાય ચૂકવે તેવું ચિત્ર તૈયાર કર્યું હતું.
આ અંગે ગૌશાળા સંચાલક જગદીશભાઇ માળી, ધર્મેન્દ્રભાઇ ફોફાણી અને રોનકભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમે 72 માં જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
સાથે સાથે સરકાર માતા સમાન ગાયો માટે સહાયની જાહેરાત કર્યાં બાદ ભૂલી ગયા છે. તો આ પ્રસંગે તેઓ સહાય ચૂકવવા ગુજરાત સરકારને જાણ કરે અને અમને ગાયો માટે મદદ કરે તે અમારી માંગણી છે.’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!