પાલનપુરના હાઇવે પેવર થતાં બમ્પ સમતળ બનતાં અકસ્માતનું જોખમ : બમ્પ બનાવવા ઉગ્ર માંગ કરાઇ

- Advertisement -
Share

સ્થાનિક રહીશોની ઉગ્ર માંગણી અને ધરણાં બાદ બમ્પ બનાવ્યા હતા

 

પાલનપુરથી અમદાવાદ, આબુ, ડીસાને સાંકળતાં નેશનલ હાઇવે ઉપર સ્કૂલ અને સર્કલ આગળ લોકોએ આંદોલન કરીને બમ્પ બનાવ્યા હતા.
જોકે, આ હાઇવે પેવર થતાં બમ્પ હાઇવેને સમતળ બની ગયા છે. પરિણામે આ સ્થળોએ વાહનો પૂરઝડપે પસાર થતાં હોઇ સ્થાનિક રહીશોને જીવલેણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

 

પાલનપુરથી પસાર થતાં અમદાવાદ, આબુ રોડ અને ડીસા હાઇવે ઉપર સતત અકસ્માતો થતાં હોઇ અગાઉ લોકોએ ધરણાં સહીતના આંદોલન કરતાં તંત્ર દ્વારા ત્રણેય હાઇવે ઉપર 10 થી ઉપર બમ્પ બનાવ્યા હતા.
જેના કારણે અકસ્માતોનું પ્રમાણ ઓછું થયું હતું. જોકે, આ હાઇવેને પેવર કરવામાં આવતાં બમ્પ સુધી ડામર થઇ ગયો છે.
પરિણામે બમ્પ હાઇવેને સમતળ થઇ ગયા હોવાથી વાહનો રોકાતાં નથી અને પૂરઝડપે પસાર થતાં હોઇ સ્થાનિક રહીશોને હાઇવે ક્રોસ કરતી વખતે સતત જીવલેણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

 

પાલનપુરમાં સતત ટ્રાફીકથી ધમધમતાં એરોમા સર્કલ નજીક ચારે તરફ બમ્પ બનાવવામાં આવ્યા હતા. જે સમતળ બની ગયા છે.
આ ઉપરાંત હનુમાન ટેકરી, સ્વસ્તિક સ્કૂલ અને બિહારી બાગ સહીત 10 સ્થળોએ બમ્પ ન હોવાથી અકસ્માતનો ભય વધ્યો છે.
ખાસ કરીને હવે સ્કૂલો ખૂલી ગઇ છે. ત્યારે ત્યાં વિધાર્થીઓની અવર-જવર હોઇ સત્વરે બમ્પ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!