ધાનેરામાં પરિણીતા પર સસરા અને દાદા સસરાએ દુષ્કર્મનો પ્રયાસ કર્યાનો આક્ષેપ

- Advertisement -
Share

ધાનેરા તાલુકાની પરિણીતા અને મૂળ રાજસ્થાનના ઝાલોર જીલ્લાની યુવતીએ ગંભીર આક્ષેપો કરી સસરા અને દાદા સસરાએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની જીલ્લા પોલીસ વડાને કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવ્યું. જેમાં અગાઉ ઝાલોરના બાગરા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં તેણીના સાસરીયાઓએ ઉલટાની તેના પર ધાનેરા પોલીસ મથકે ખોટી ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજસ્થાનના ઝાલોર જીલ્લાની વતની યુવતીના લગ્ન ધાનેરા તાલુકાના એક ગામમાં રીત-રીવાજ મુજબ થયા હતા. જો કે, લગ્ન બાદ ધાનેરામાં તેણીની સાથે સાસરીયાઓ ત્રાસ ગુજારવાની શરૂઆત કરી હતી અને તેણીની સાથે તેના દાદા સસરા દ્વારા શારીરિક છેડછાડ કરવામાં આવી હોવાના આક્ષેપો કરી બુધવારે જીલ્લા પોલીસ વડાને કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું છે.

આ અંગે મહીલાએ જણાવ્યું હતુ કે, સાસરીયાઓ મોટી રાજકીય લાગવગ ધરાવતા હોઇ અને ધાનેરા પોલીસ સાથે પણ લાગવગ હોવાના કારણે તેણીના ઉપર તેમજ તેણીના માતા-પિતા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી છે. જે બાદ રાજસ્થાનથી અહીં હાજર કરવામાં આવ્યા હતા. તે વખતે તેમના કાકા સસરા દ્વારા પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવા અને ન્યાય અપાવવા માટે પોલીસ વડાને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરાઇ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!