પોલીસે નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડયો
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં 5 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ગુરુવારે પાલનપુર તાલુકા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે દાંતીવાડા તાલુકાના રામનગરથી પાલનપુર તરફ ખોડા હલુભાઇ દેસાઇ આવનારો છે. ત્યારબાદ પોલીસે નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડયો હતો.
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન રજીસ્ટ્રેશન ગુનામાં નાસતા-ફરતા આરોપી ખોડા દેસાઇ (રહે. રામનગર, તા. દાંતીવાડા) ને પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update