બંને ગાડીમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી : સદનસીબે મોટી જાનહાની ટળી
અમીરગઢ-પાલનપુર નેશનલ હાઇવે પર સ્કોર્પિયો અને અલ્ટો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને ગાડીઓ પલ્ટી ખાઇ ગઇ હતી.
અલ્ટો ગાડી રોડની સાઇટમાં ખાબકી હતી. જ્યારે સ્કોર્પિયો ગાડી રોડની વચ્ચે પલ્ટી ગઇ હતી. જોકે, સદનસીબે ગાડીમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.
ત્યારે સોમવારે આબુરોડથી પાલનપુર તરફ નેશનલ હાઇવે ઉપર અમીરગઢ નજીક સ્કોર્પિયો અને અલ્ટો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં અલ્ટો ગાડીને ટક્કર લાગતાં ગાડી 3 પલ્ટી ખાઇને રોડની સાઇડમાં ખાબકી હતી. જ્યારે સ્કોર્પિયો ગાડી પણ રોડ વચ્ચે પલ્ટી ખાઇ ગઇ હતી.
જોકે, બંને ગાડીઓમાં સવાર 5-5 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને સારવારની તજવીજ હાથ ધરી હતી.
જયારે પોલીસને પણ જાણ થતાં અમીરગઢ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફીક નિયંત્રણ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update