ખાણ ખનીજ વિભાગે ડીસાના કંસારી પાસેથી રોયલ્ટી ભર્યા વગરના રેતીના ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા ડીસા કંસારી નજીક રોયલ્ટી વગર રેતી ભરી જતા ત્રણ ડમ્પર જપ્ત કર્યા

 

કોરોના મહામારી ના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા ડીસા કંસારી નજીક રોયલ્ટી વગર રેતી ભરી જતા ત્રણ ડમ્પર જપ્ત કર્યા હોવાની ઘટના સામે આવી છે જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બનતા આજે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા રોયલ્ટી ચોરી કરી જતા તત્વો પર લાલ આંખ કરવામાં આવી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં ભુમાફિયા દ્વારા રેતી ચોરી થતી હોવાની બૂમ રાડ ઉઠવા પામી હતી જેમાં આજ રોજ જિલ્લા ભૂસ્તર અધિકારી શુભાષ જોશી કડક કાર્યવાહી કરવામાં આવી છે ડીસાના કંસારી ગામ નજીક રોયલ્ટી વગર રેતી ભરી જતા ત્રણ ડમ્પર ભૂસ્તર વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

 

જિલ્લા ભૂસ્તર વિભાગ ના કાર્યવાહી નાં પગલે ત્રણ ડમ્પર સહિત 50 લાખ નો મુદ્દામાલ કબજે કરી ડમ્પર માલિકો ને 7.50 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લા ભૂસ્તર અધિકારી શુભાષ જોશી ની કડક કાર્યવાહી થી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!