બુર્કિના ફાસોમાં થયો આતંકવાદી હુમલો, 35 નાગરિકોના મોત, 80 આતંકીઓ પણ થયા ઠાર

- Advertisement -
Share

આફ્રિકન દેશના બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલો થયો છે. આ આતંકવાદી હુમલામાં 35 નાગરિકના મોત નિપજ્યા છે. જ્યારે 80 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. બુર્કિના ફાસોના અરબિન્દા શહેરમાં વહેલી સવારે આ હુમલો થયો હતો. જેમાં આતંકવાદીઓએ સેનાના ઠેકાણા પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ 80 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે.

  • બુર્કિના ફાસોના અરબિન્દા શહેરમાં આતંકવાદી હુમલો
  • 35 નાગરિકોના થયા મોત, 31 મહિલાઓનો સમાવેશ
  • 80 આતંકીઓને ઠાર મરાયા

રાષ્ટ્રપતિએ આ મોટા આતંકી હુમલાની જાણકારી ટ્વિટર પર આપી. હુમલામાં મૃતકોમાં મોટાભાગે મહિલાઓ છે. ઉલ્લેખનીય છે કે કુલ 35 નાગરિકોના મોત નીપજ્યા છે જેમાં 31 મહિલાઓ છે. અરબિન્દા શહેરમાં સવારે થયેલા આતંકી હુમલામાં 7 જવાનો શહીદ થયા છે. આ સાથે અનેક નાગરિકો અને 80 આતંકવાદીઓ ઠાર મરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બુર્કિના ફાસોમાં આ સૌથી મોટી આતંકી ઘટના છે.

રાષ્ટ્રપતિ રોચ માર્કે કહ્યું કે જવાનોની સાહસી કાર્યવાહીમાં 80 આતંકવાદીઓ ઠાર મરાયા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હુમલામાં 35 નાગરિકોના મોત થયા છે. આ સાથે તેમાં સૌથી વધારે મહિલાઓના મોત થયા છે. બુર્કિના ફાસોના સંચાર મંત્રી રેમિસ ડૈનજિનોઉએ જણાવ્યું કે જે 35 લોકોના મોત થયા છે તેમાં 31 મહિલાઓ છે. રાષ્ટ્રપતિએ દેશમાં 48 કલાક માટે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!