આફ્રિકન દેશના બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલો થયો છે. આ આતંકવાદી હુમલામાં 35 નાગરિકના મોત નિપજ્યા છે. જ્યારે 80 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. બુર્કિના ફાસોના અરબિન્દા શહેરમાં વહેલી સવારે આ હુમલો થયો હતો. જેમાં આતંકવાદીઓએ સેનાના ઠેકાણા પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ 80 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે.
- બુર્કિના ફાસોના અરબિન્દા શહેરમાં આતંકવાદી હુમલો
- 35 નાગરિકોના થયા મોત, 31 મહિલાઓનો સમાવેશ
- 80 આતંકીઓને ઠાર મરાયા
As many as 35 civilians were killed after terrorists attacked a town in northern Burkina Faso on Tuesday, country's President Roch Marc Kabore said, adding that the ensuing clashes with security forces left 80 terrorists dead
Read @ANI story | https://t.co/AYbn7slmsA pic.twitter.com/p8AWqvdg4l
— ANI Digital (@ani_digital) December 25, 2019
રાષ્ટ્રપતિએ આ મોટા આતંકી હુમલાની જાણકારી ટ્વિટર પર આપી. હુમલામાં મૃતકોમાં મોટાભાગે મહિલાઓ છે. ઉલ્લેખનીય છે કે કુલ 35 નાગરિકોના મોત નીપજ્યા છે જેમાં 31 મહિલાઓ છે. અરબિન્દા શહેરમાં સવારે થયેલા આતંકી હુમલામાં 7 જવાનો શહીદ થયા છે. આ સાથે અનેક નાગરિકો અને 80 આતંકવાદીઓ ઠાર મરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બુર્કિના ફાસોમાં આ સૌથી મોટી આતંકી ઘટના છે.
રાષ્ટ્રપતિ રોચ માર્કે કહ્યું કે જવાનોની સાહસી કાર્યવાહીમાં 80 આતંકવાદીઓ ઠાર મરાયા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હુમલામાં 35 નાગરિકોના મોત થયા છે. આ સાથે તેમાં સૌથી વધારે મહિલાઓના મોત થયા છે. બુર્કિના ફાસોના સંચાર મંત્રી રેમિસ ડૈનજિનોઉએ જણાવ્યું કે જે 35 લોકોના મોત થયા છે તેમાં 31 મહિલાઓ છે. રાષ્ટ્રપતિએ દેશમાં 48 કલાક માટે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.