ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ :

- Advertisement -
Share

ઇન્ટરનેશનલ ફૂટબોલમાં 5 વર્ષ બાદ પુનરાગમન કરનાર ઝલ્ટાન ઇબ્રાહિમોવિચના શાનદાર આસિસ્ટની મદદથી સ્વીડને ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ ફૂટબોલ ટૂર્નામેન્ટને જ્યોર્જિયાને 1-0થી પરાજય આપ્યો હતો. બીજી તરફ સ્ટ્રાઇકર રોબર્ટો લેવાન્ડોવસ્કીએ ગોલ કરીને પોલેન્ડને હંગેરી સામે પરાજયમાંથી બચાવી લીધું હતું. આ મેચ 3-3ના સ્કોરથી ડ્રો રહી હતી. અન્ય મુકાબલામાં ઇટાલી, જર્મની અને ઇંગ્લેન્ડની ટીમોએ પણ વિજય હાંસલ કર્યો હતો. સ્પેન અને ગ્રીસ વચ્ચેનો મુકાબલો ભારે રસાકસી બાદ 1-1થી ડ્રો રહ્યો હતો.

પુસ્કસ એરિના ખાતે રમાયેલા વર્લ્ડ કપ ગ્રૂપ-1ના ક્વોલિફાયર રાઉન્ડમાં પોલેન્ડ સામે હંગેરીની ટીમ 80 મિનિટ સુધી 3-2ના સ્કોરથી આગળ હતી, પરંતુ 83મી મિનિટે લેવાન્ડોવસ્કીએ ગોલ નોંધાવીને સ્કોર 3-3થી સરભર કરવા ઉપરાંત પોતાની ટીમને પરાજયમાંથી બચાવી હતી. હંગેરી માટે રોલેન્ડ સલાઇએ એક તથા એડમ ઝલાઇએ 2 ગોલ નોંધાવ્યા હતા. પોલેન્ડ માટે ક્રિઝિસ્તોફે પિયાતેક અને લેવાન્ડોવસ્કીએ ગોલ કર્યા હતા.

ગ્રૂપ-બીના મુકાબલામાં પોતાની 117મી મેચ રમી રહેલા ઇબ્રાહિમોવિચે વિક્ટર ક્લાસેન સાથે મળીને પોતાની સ્વીડનની ટીમને જ્યોર્જિયા સામે 1-0થી વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ઇબ્રાહિમોવિચ 2016ના યૂરો કપ બાદ પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. ક્લાસેને બે મેચમાં બીજો ગોલ નોંધાવ્યો હતો.ઇબ્રાહિમોવિચે અત્યાર સુધી 62 ઇન્ટરનેશનલ ગોલ નોંધાવ્યા છે. સ્વીડન હવે કોસોવો સામે રમશે.

ઇંગ્લેન્ડે કતાર વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ રાઉન્ડના ગ્રૂપ-1માં સાન મારિનો સામેના એકતરફી મુકાબલામાં 5-0થી વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે ઇંગ્લેન્ડની ટીમ પોતાના ગ્રૂપમાં ટોચના સ્થાને પહોંચી ગઇ છે. ઇંગ્લેન્ડની ટીમ માટે ડોમિનિક કાલ્વર્ટે 2 ગોલ નોંધાવ્યા હતા. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફૂટબોલમાં ડેબ્યૂ કરનાર ઓલી વોટકિન્સ, રહિમ સ્ટર્લિંગ તથા જેમ્સ વાર્ડે 1-1 ગોલનું યોગદાન આપ્યું હતું.

ગ્રૂપ-જેના લીગ મુકાબલામાં 4 વખતની વર્લ્ડ કપ વિજેતા જર્મનીની ટીમે આઇસલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. જર્મની તરફથી લિયોન ગોરેત્ઝકા, કેઇ હેવર્ત્ઝ અને ઇલ્કે ગુન્ડોગનએ 1-1 ગોલ નોંધાવ્યો હતો. જર્મન ટીમે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં વિક્રમી સતત 17મો વિજય હાંસલ કર્યો છે. મેચ પહેલાં જર્મનીના ખેલાડીઓએ એક લાઇનમાં રહીને હ્યુમન રાઇટ્સવાળી ટી-શર્ટ પહેરી હતી.

ગ્રૂપ-બીના મુકાબલામાં ગ્રીસ અને સ્પેનનો મુકાબલો ભારે રસાકસી બાદ 1-1થી ડ્રો રહ્યો હતો. 2010ની વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનની ટીમ માટે અલ્વારો મોરાટાએ 32મી મિનિટે ગોલ કર્યો હતો. ગ્રીસ માટે એનેસ્તાસિયો બતાસેતાસને 56મી મિનિટે શાનદાર ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ત્યારબાદ બંને ટીમ એક પણ ગોલ નોંધાવી શકી નહોતી. સ્પેનનો આગામી મુકાબલો જ્યોર્જિયા સામે રમાશે.

2006ના વર્લ્ડ કપની વિજેતા ઇટાલિયન ટીમે નોર્ધર્ન આયરલેન્ડને ગ્રૂપ-સીના એક મુકાબલામાં 2-0થી પરાજય આપ્યો હતો. ઇટાલી માટે ડોમનિકો બેરાર્દી અને સિરો ઇમ્મોબિલે ગોલ નોંધાવીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. આ બંનેએ 39 મિનિટની અંદર જ ટીમને 2-0ની લીડ અપાવી દીધી હતી. ઇટાલી 2018ના વર્લ્ડ કપ દરમિયાન ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી જ બહાર થઇ ગયું હતું.

ભારતની યજમાનીમાં 2022માં રમાનારા એએફસી વિમેન્સ એશિયા કપ ફૂટબોલ ટૂર્નામેન્ટની મેચોની યજમાની નવી મુંબઇ, અમદાવાદ તથા ભુવનેશ્વરને સોંપવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 20ની જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધીમાં રમાશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!