વિકટ બનતી જતી પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે બનાસ ડેરી દ્વારા “બનાસ જળ શક્તિ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું. સોમવારે ડીસા તાલુકાના ઝેરડા ગામના તળાવને ઉંડુ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સરહદી બનાસકાંઠા જીલ્લામાં ભૂગર્ભ જળ ઊંડા જતાં જીલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. દિન પ્રતિદિન પાણીના તળ નીચે જઇ રહ્યાં છે. જેથી ખેડૂતો અને પશુપાલકો મુંઝવણમાં મુકાયા છે ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા બનાસકાંઠા જીલ્લાને પાણીદાર જીલ્લો બનાવવા ‘બનાસ જળ શક્તિ અભિયાન” હાથ ધર્યું છે.
જે અંતર્ગત દરેક તાલુકાના તળાવો સરકાર, બનાસડેરી અને લોકભાગીદારીથી ઊંડા કરવા તેમજ 10 વર્ષમાં 10 કરોડ વૃક્ષો વાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

આ અભિયાન અંતર્ગત સોમવારે બનાસડેરીના ડિરેકટર રામજીભાઈ દેસાઈ, બનાસડેરી ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ પટેલ, ડૉ.અશોકભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી ડૉ. આઇ.ડી.ચૌધરી, જયંતિભાઇ પટેલ, સુપરવાઈઝર ભીખાભાઇ પટેલ, ઝેરડા ગામના સરપંચ, દૂધ મંડળીના ચેરમેન, મંત્રીઓ સહિત ગ્રામજનો અને પશુપાલકોની ઉપસ્થિતિમાં ઝેરડા ગામમાં તળાવ ઊંડુ કરવાનું વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો.
From – Banaskantha Update