દાની-ડાટા એપ્લીકેશનથી 1,100 વ્યક્તિઓ પાસેથી રૂ. 2.71 અબજ ખંખેરનાર 5 શખ્સોને ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમે ઝડપ્યા

- Advertisement -
Share

પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ થતાં ભેદ ઉકેલાયો : કચ્છના 3 શખ્સોને ગાંધીનગર સી.આઇ.ડી. સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડયા

બનાસકાંઠા સહીત સમગ્ર રાજ્યમાં દાની-ડાટા એપ્લીકેશનથી અબજો રૂપિયાની છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલવામાં ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમને સફળતા મળી છે.
પાલનપુરમાં સૌ પ્રથમ દાની-ડાટા એપ્લીકેશનના સંચાલકો સામે ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ટીમે કચ્છના 5 શખ્સોને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા સહીત રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોએ ઓનલાઇન એપ્લીકેશન દાની ડાટામાં રોકાણ કર્યું હતું.
જોકે, એકાએક આ એપ્લીકેશન પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવતાં કરોડો રૂપિયા લોકોએ ગુમાવ્યા હતા. ત્યારે આ એપ્લીકેશનના સંચાલક સામે 7 માસ અગાઉ ડીસાના છાત્ર ફૂલચંદ દશરથભાઇ સોલંકી (માળી) એ ફરિયાદ નોંધાવી હતી.
જેની તપાસ ગાંધીનગર સી.આઇ.ડી. સાયબર ક્રાઇમને સોંપાઇ હતી. જેમાં 1,100 થી વધુ વ્યક્તિઓ એપ્લીકેશનમાં રોકાણ કરી લાલચનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું હતું.

 

– દિલીપભાઇ અમરસિંહ બાજીગર (રહે. 13, સેવાકુંજ ઝૂંપડપટ્ટી, આદીપુર-કચ્છ)
– દામજી બાબુભાઇ ચૌહાણ પેન્થર ટ્રેડીંગના પાર્ટનર (બનાવટી ખાતાઓ લાવનાર) (રહે. સપનાનગર, ગાંધીધામ, કચ્છ)
– જયેશ મૂલચંદભાઇ ઘેલાણી (બનાવટી ખાતાઓ લાવનાર) (રહે. સપનાનગર, ગાંધીધામ, કચ્છ)
– હીતેશ હરીલાલ ચૌહાણ (બનાવટી ખાતાઓનો ઉપયોગ કરવા આપનાર) (રહે. વિનાયક સોસાયટી, આદીપુર, કચ્છ)
– રમેશભાઇ ભરતભાઇ મહેશ્વરી (પેન્થર ટ્રેડીંગની ઓફીસમાં બેંકનું અને વહીવટી કામ કરનાર) (રહે. સ્વામિનારાયણ નગર, સતાપર રોડ, અંજાર, કચ્છ)

 

અલગ-અલગ સર્વિસ પ્રોવાઇડરો મારફતે નાણાંનો પ્રવાહ અલગ-અલગ બેંકના ખાતામાં જતો હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ કરતાં એક પેન્થર ટ્રેડીંગ નામની પાર્ટનરશીપ ધરાવતી ફર્મના
એક્સિસ બેંકના ચાલુ ખાતામાં દાની ડેટા નામની એપ્લીકેશનના ભોગ બનનાર વ્યક્તિઓના નાણાં ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટેટમેન્ટ અને દસ્તાવેજી પૂરાવો ચેક કરતાં 3 પાર્ટનરોના નામ મળી આવ્યા હતા. જેમાં રૂ. 2,71,24,31,592 જણાયું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!