બનાસકાંઠા જીલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક વધારો થયી રહ્યો છે. પ્રજા ગંભીર અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવી બેસે છે. ત્યારે અંબાજી દાંતા માર્ગ પર અકસ્માતની ઘટના બની છે. અંબાજી દાંતા માર્ગમાં ત્રિશુલીયા ઘાટી પર ટ્રકનો અકસ્માત થયો.
[google_ad]
આ ઘટનાની વિગતે વાત કરીએ તો, અંબાજી દાંતા માર્ગમાં ત્રિશુલીયા ઘાટીના બંને વ્યુ પોઇન્ટની વચ્ચે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ટ્રકનો અકસ્માત સર્જાતા ટ્રક રસ્તા વચ્ચેના ડીવાયડર પર ચઢી ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈજ જાનહાની થયી નહિ. માર્ગ મોટો કર્યો હોવા છતાં અકસ્માત સર્જાયો.
[google_ad]
From – Banaskantha Update