વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરાઇ : પ્રદેશના ભાજપના નિરીક્ષકો દ્વારા 2 દિવસ સુધી 9 વિધાનસભા બેઠક માટે દાવેદારોની સેન્સ લેવામાં આવશે
રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુરુવારે બનાસકાંઠાની 9 વિધાનસભાના ભાજપના અપેક્ષિત ઉમેદવારોની સેન્સ પ્રક્રીયા હાથ
ધરાઇ છે. પાલનપુરમાં પ્રદેશના ભાજપના નિરીક્ષકો દ્વારા 2 દિવસ સુધી 9 વિધાનસભા બેઠક માટે દાવેદારોની સેન્સ લેવામાં આવશે.
બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠક માટે દાવેદારીની ભાજપ દ્વારા ગુરુવારે સેન્સ પ્રક્રીયા હાથ ધરાઇ છે. 2 દિવસ સુધી તબક્કાવાર નિરીક્ષકો દાવેદારોને સાંભળશે.
જે બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઇ કાવડીયા, સાંસદ જશવંતભાઇ ભાભોર અને પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ ઉમેદવારોના સેન્સ લેશે. પ્રદેશના 3 નિરીક્ષકો દ્વારા
પાલનપુરમાં સેન્સ પ્રક્રીયા હાથ ધરાઇ છે. જેમાં દાતા, થરાદ, વાવ, ધાનેરા અને પાલનપુર બેઠક માટે સેન્સ પ્રક્રીયા હાથ ધરાઇ છે.
આ ઉપરાંત આવતીકાલે વડગામ, ડીસા, દિયોદર અને કાંકરેજ બેઠક માટે સેન્સ પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. દાવેદારોના બેકગ્રાઉન્ડથી લઇને પોલિટીકલ કેરિયર સુધીના તમામ પાસાઓને નિરીક્ષકો
સાંભળશે. જે બાદ પ્રદેશના નિરીક્ષકો સમગ્ર રીપોર્ટ ભાજપ પ્રદેશ પ્રમુખને સોંપશે. ત્યારબાદ ઉમેદવારના નામ પર પૂર્ણ વિરામ લાગશે.
પ્રદેશના નિરીક્ષકો દ્વારા 2 વિધાનસભાના અપેક્ષિત ઉમેદવારોની સેન્સ લેવાઇ વાવમાં પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી સહીત અન્ય 2 લોકોએ દાવેદારી નોંધાવી
શંકરભાઇ ચૌધરી
ગજેન્દ્રસિંહ રાણા
પથુજી ઠાકોર
દાંતા વિધાનસભા બેઠકમાં દાવેદારોનો રાફડો ફાટ્યો : 17 લોકોએ દાવેદારી નોંધાવી
નિલેશભાઇ બુંબડીયા
લાધુભાઇ પારગી
ભોજાભાઇ તરાલ
મલજી કોદરવી
મોતીભાઇ બુંબડીયા
સ્વરૂપભાઇ રાણા
નરેશભાઇ રાણા
હેમરાજભાઇ રાણા
મધુ રાણા
આશાબેન ભીલ
રવિન્દ્રભાઇ ગમાર
લક્ષ્મણભાઇ ડુંગશીયા
નવાભાઇ કોદરવી
લાલજી સોલંકી
લાડુભાઇ ભગોરા
માનાભાઇ વોશિયા
અમરાભાઇ ડામોર
From-Banaskantha update