દાંતા-અંબાજી માર્ગ પર ભેંસને બચાવતાં ટ્રક ડીવાઇડર પર ચઢી ગઇ : મોટી જાનહાની ટળી

Share

દાંતાથી અંબાજી માર્ગ પર બુધવારે ભેંસ વચ્ચે આવતાં ટ્રક ડીવાઇડર પર ચઢી ગઇ હતી. જેમાં હરિવાવ ઘાટી નજીક બનાવ બન્યો હતો. અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી. ઢોરના ત્રાસથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, દાંતાથી અંબાજી માર્ગ પર બુધવારે ભેંસ વચ્ચે અચાનક આવતાં ટ્રક ડીવાઇડર પર ચઢી ગઇ હતી. જેમાં હરિવાવ ઘાટી નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક ભેંસને બચાવતાં અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

દાંતા-અંબાજી માર્ગ ફોરલેન બન્યો હોવા છતાં અક્સ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. દાંતામાં ઢોરના ત્રાસથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે મોટી જાનહાની ટળી હતી.

 

[google_ad]

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ફોરલેન રોડ બન્યો પરંતુ રખડતાં ઢોરના કારણે અવાર-નવાર અકસ્માત સર્જાય છે. જેથી ગ્રામ પંચાયત કે હાઇવે ઓથોરીટી દ્વારા ઢોરોને ઝડપીને પાંજરાપોળમાં મોકલાય તો અકસ્માત ઘટી શકે તેમ છે. જેમાં અકસ્માતમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાથી બચી શકાય તેમ છે.’

 

From – Banaskantha Update


Share