બિલ્ડીંગના 13 માં માળેથી સ્લેબનો માંચડો તૂટતાં 8 મજૂર પટકાયા : 7 મજૂરના મોત : 1 મજૂર ગંભીર

- Advertisement -
Share

સાઇટ ઓફીસમાંથી લાઇટ-પંખા ચાલુ રાખીને સુપરવાઇઝર સહીતના લોકો ફરાર થઇ ગયા

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવા બિલ્ડીંગના બાંધકામ દરમિયાન માંચડો તૂટવાને કારણે 8 મજૂર નીચે પટકાયા હતા. 13 માં માળેથી પટકાયેલા 8 મજૂરમાં 7 મજૂરના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
જ્યારે એક મજૂરની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે આ ઘટના બની ત્યારે સાઇટની ઓફીસમાંથી લાઇટ-પંખા ચાલુ મૂકી સુપરવાઇઝર સહીતના લોકો ફરાર થઇ ગયા હતા.
સાઇટ ઓફીસમાં અંદર બંને ચેમ્બરમાં એ.સી. અને પંખા ચાલુ મૂકી ફરાર થઇ ગયા હતા. શૈલેષભાઇ નામની વ્યક્તિ સાઇટ પર બેસે છે. જેઓ સોલા સિવિલ હોસ્પિટલમાં મૃતકોની તપાસ કરવા માટે આવ્યા હતા.
જ્યારે મીડીયાએ તેમને સવાલ કર્યો ત્યારે તેઓ મીડીયાથી ભાગતા ફરતા જોવા મળ્યા હતા. હવે આ શ્રમિકોના મોતનું જવાબદાર કોણ તે સવાલ ઉભો થયો છે.

સાઇટ પર કામ કરી રહેલા એક શ્રમિકના જણાવ્યા પ્રમાણે, ‘જ્યારે કામ ચાલી રહ્યું હતું. ત્યારે માંચડો તૂટતાં કુલ 8 લોકો પડયા હતા. જેમાંથી 2 મજૂર ઉપરથી નીચે પડયા હતા.
બાકીના 6 શ્રમિક બેઝમેન્ટમાં પડયા હતા. જેમને આજુબાજુના બિલ્ડીંગના લોકોએ રેસ્કયુ કર્યાં હતા. શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલન્સમાં મોકલ્યા હતા.
15 મિનિટ બાદ અન્ય 4 વ્યક્તિને મોકલ્યા હતા. તે ઉપરાંત 2 વ્યકિત બેઝમેન્ટમાં ફસાયા હોવાની ખબર પડતાં તેમને બહાર કાઢ્યા હતા.
પંપથી બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું હતું. ત્યારે વધુ 2 મજૂર મળ્યા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. 13 માં માળે લીફ્ટનું કામ ચાલતું હતું.
સેન્ટીંગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડયા હતા. 6 જેટલાં લોકો નીચે પડયા હોવાની મને ખબર છે.’

 

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અંગે ફાયરબ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશભાઇ ખડીયાએ જણાવ્યું હતું કે, ‘આ બાબતે અમને કોઇપણ પ્રકારની જાણ કરાઇ નથી.
જાણકારી મીડીયા મારફત અને મિત્રો દ્વારા મળી હતી. તે આધારે અમે અહીં તપાસ કરવા માટે આવ્યા છીએ. અહીં સ્થળ તપાસ માટે આવ્યા છીએ.
પરંતુ કોઇપણ પ્રકારના જવાબદાર અધિકારી અહીં હાજર નથી. હાલમાં પોલીસે પણ આ ઘટનાને લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.’

 

આ અંગે બાંધકામ મજૂર સંગઠનના પ્રમુખ વિપુલભાઇ પંડયાએ જણાવ્યું હતું કે,’ગત વર્ષે ગુજરાતમાં 136 શ્રમિકના મોત નિપજ્યા છે.

 

બુધવારે જે બનાવ બન્યો જેમાં સુપરવાઇઝર અને એન્જીનિયરની પણ બેદરકારી છે. તેઓ કામના સમયે હાજર રહેતાં નથી. શ્રમિકો સાથે માત્ર કોન્ટ્રાકટર જ હોય છે.
આજના બનાવમાં મૃતકોના માથે હેલ્મેટ પણ ન હતા તો બીજા કોઇ સુરક્ષાના સાધનો પણ નહીં જ હોય. અનેક શ્રમિકોના આકસ્મિક મોત થાય છે. પરંતુ કોઇ જવાબદારી લેતું નથી.’

 

નવરંગપુરામાં ગુલબાઇ ટેકરા વિસ્તારમાં એસ્પાયર-2 નામના બિલ્ડીંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું. આ બિલ્ડીંગના બિલ્ડરનું નામ રમેશચંદ્ર કાલિયા અને બીજા ભાગીદાર સનસાઇન ગૃપમાં પણ છે.
જ્યારે આ ઘટના બની ત્યારે સાઇટ ઓફીસમાં કોઇ હાજર ન હતું. સાઇટ ઓફીસમાં એક ચેમ્બર જેવું બનાવવામાં આવ્યું છે ત્યાં વીઝીટીંગ કાર્ડ લગાવેલું છે. જેમાં હીતેશ વાલેજા નામ લખ્યું છે.

 

ભરત ઝવેરી
જગદીશચંદ્ર કાલિયા
પલ્લવી કંસારા
રમેશચંદ્ર કાલિયા
રાહુલ કાલિયા
કૈલાશચંદ્ર કાલિયા
નિલેષ કાલિયા
આશિષ શાહ
નીતિન સંઘવી
ભરત ઝવેરી
પારૂલ ઝવેરી
વિપુલ શાહ

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!