બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ગાય ફેમસ થઈ ગઈ છે. આ 23 મહિનાની છે, પરંતુ તેની ઊંચાઈ માત્ર 51 સેમી (20 ઈંચ) છે. વજન 28 કિલોગ્રામ છે. આનું નામ રાની રાખવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં લોકડાઉન હોવા છતાં લગભગ 15 હજારથી વધુ લોકો આને જોવા માટે આવી ચૂક્યા છે.
[google_ad]
ગાયના માલિકનું નામ હસન હોલાદર છે. તેમનું ફાર્મ હાઉસ બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે ચારીગ્રામમાં છે. હૉલાદરે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં રાનીનું સૌથી ઠીંગણી ગાય તરીકે નામ દાખલ કરવા માટે પણ આવેદન આપ્યું છે.
[google_ad]
રાની ગાયને જોવા આવતા લોકો પણ અચંબિત થઈ જાય છે. હૉલાદર મીડિયા પર્સન અને વિઝિટર્સવે રાનીની લંબાઈ માપીને પણ બતાવે છે. ઘણીવાર તેમણે ગાયનું વજન પણ માપ્યું હતું. એક વિઝિટર રીના બેગમે કહ્યું હતું કે મે અત્યારસુધી પોતાના જીવનમાં આવું કંઈ જોયું નથી. આ હું પહેલી વાર જોઇ રહી છું.
[google_ad]
ગાયના માલિક હોલાદરે કહ્યું હતું કે રાનીને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે બીજી ગાયોથી પણ ડરે છે, તેથીજ એને બધાથી અલગ રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે રાની બે વાર થોડુંક-થોડુંક જ ખાય છે. તેને ફરવાનું પસંદ છે. ભેટી પડશો તો ખુશ થઈ જશે.
[google_ad]
આ મહિને 21 જુલાઈએ ઈસ્લામિક તહેવાર ઈદ ઉલ- અજહાની ઉજવણી કરાશે. તેવામાં લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે હોલાજર પોતાની અનોખી ગાયને બલિ માટે વેચી દેશે, પરંતુ તેવું કશું જ નથી. હૉલાદરે કહ્યું કે તેમનો એવો કોઈ પ્લાન નથી. આ માહિતી ખોટી છે.
[google_ad]
અત્યારે દુનિયાની સૌથી ઠીંગણી ગાયનો રેકોર્ડ માણિક્યમના નામે છે. આ ગાય ભારતના કેરળની છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં જણાવ્યા પ્રમાણે, 2014માં માણિક્યમ ગાયની ઉંચાઈ 24 ઈંચ હતી. હૉલાદરે કહ્યું કે રાનીને દુનિયાની સૌથી ઠીંગણી ગાય જાહેર કરવા માટે 3 મહિનાનો સમય લેવાયો હતો.
[google_ad]
હોલસ્ટેઇન બ્રીડની એક ગાય વિશ્વની સૌથી ઊંચી ગાય હતી. તે 2015માં મૃત્યુ પામી હતી. આ એક અમેરિકી ગાય હતી, બ્લોસમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું હતું. આ ગાયની ઊંચાઈ 6 ફુટ 2.8 ઈંચ હતી.
From – Banaskantha Update