મગરવાડા શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓનું કોરોનાના કારણે ભણતરથી વંચિત ના રહે તેને લઇ શેરી શિક્ષણ શરુ કર્યું

- Advertisement -
Share

કોરોનાની સાવચેતીના પગલે મગરવાડા પ્રાથમીક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ ભણતરમાં વંચિત ન રહી જાય તેને લઈને શેરીઓમાં શિક્ષણ અભિયાન છેડયું.

મગરવાડા પ્રાથમિક શાળાના શિક્ષકગણો સરકારની ગાઈડલાઈન અનુસાર શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખ્યા બાદ વિદ્યાર્થીઓ અભ્યાસમાં વંચિત ન રહી જાય જે ધ્યાનમાં લઈને શેરી શિક્ષણ અભિયાન છેડતા બાળકોમાં ખુશી જોવા મળી હતી.

બનાસકાંઠામાં કોરોનાના નવા કેસોમાં વધારો થતાં મહામારીના સમયે જ્યારે શાળાઓનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય થંભી ગયું હતુ ત્યારે મગરવાડા પ્રાથમિક શાળા દ્વારા શેરી શિક્ષણના માધ્યમથી બાળકોના ઘરે શિક્ષણ કાર્ય પહોંચાડવાનો નવતર પ્રયોગ કરવામાં આવેલ છે.

 

Advt

 

શેરી શિક્ષણના માધ્યમથી શાળા દ્વારા બાળકોના શેરી, મહોલ્લામાં શિક્ષકો દ્વારા કોઈ નક્કી કરેલી જગ્યા પર થોડાક બાળકોને ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી તથા સરકારની કોરોના ગાઈડ લાઈનો અમલ કરીને શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે, જે ખૂબ જ સરાહનીય કામગીરી વાલીઓએ બિરદાવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!