ડીસાના સમૌ નાનામાં જૂની અદાવતમાં સામઢીના યુવક પર હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ થતાં ડીસા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો

 

ડીસા તાલુકાના સમૌ નાના ગામમાં 5 દિવસ અગાઉ સામઢીના યુવક ઉપર 4 શખ્સોએ જૂની અદાવતમાં લાકડી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના સામઢી મોટાવાસમાં રહેતાં મુકેશસિંગ પ્રધાનજી સોલંકી તા. 9 જુલાઇના રોજ તેમના મમ્મી સાથે ડીસાના ધારીસણા ગામમાં તેમની બહેનના ઘરે જતાં હતા.

 

તે દરમિયાન ડીસાના સમૌ નાના ગામના બસ સ્ટેશન ઉપર પહોંચતા જગતસિંહ દલપતસિંહ જાદવે કહેલ કે, આપણે જૂનો ઝઘડો થયેલ છે તે મુકેશસિંગ આવેલ છે.
તેમ કહી લાકડી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આથી તેઓને ડીસા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

આ અંગે મુકેશસિંગ પ્રધાનજી સોલંકી (રહે. સામઢી મોટાવાસ, તા.પાલનપુર) એ ડીસા તાલુકા પોલીસ મથકે જગતસિંહ દલપતસિંહ જાદવ, તખુસિંહ કાનસિંહ જાદવ, ચંપુસિંહ લાલસિંહ જાદવ અને પીન્ટુસિંહ
ચંપુસિહ જાદવ (તમામ રહે. સમૌ નાના, તા.ડીસા) વાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રધાનજી ચાવડા ચલાવી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!