ડબલ મર્ડર કેસમાં 37 માંથી 21 સાક્ષીઓ ફરી જતાં 21 આરોપીને નિર્દોષ છોડવાનો આદેશ કરાયો

Share

 

પાટણ તાલુકાના કોટાવડ ગામના ભાયચંદજી ઠાકોરના દીકરા અલ્પેશજી અને ભૂપતજીના લગ્ન બનાવના એક વર્ષ અગાઉ બનાસકાંઠાના નવા નેસડા ગામમાં તેમના કુટુંબી ભાઇ રંગુજી ઠાકોરે કરાવ્યા હતા. આ પછી રંગુજી ઠાકોરે તારા બંને દીકરાના લગ્ન મેં કરાવ્યા હતા.

[google_ad]

 

 

જેથી તું મારા દીકરાના લગ્ન ક્યાંક કરાવી આપ આપણી વચ્ચે જે તે વખતે આ વાત નક્કી હતી. જેમાં ભાયચંદજીએ આવું કંઇ નક્કી થયું નથી તેમ જણાવતાં બંને કુટુંબી ભાઇઓ વચ્ચે મનદુઃખ થતાં તા. 26/06/2013 ના રોજ સિકોતર માતાજીના મંદિરે માતાજીની રૂબરૂ સોગંદ ખાવા નક્કી થયું હતું.

[google_ad]

 

 

 

 

 

જેમાં બંને પક્ષો ભેગા થઇ સોગંદ લેવાયા હતા. પરંતુ ત્યાંથી ઘરે જતી વખતે એક પક્ષે તમે ખોટા સોગંદ ખાધા છે તેમ કહી ધારીયા અને તલવારથી હુમલો કરતાં પરથીજી જેઠાજી ઠાકોર અને મગનજી જેઠાજી ઠાકોરના મોત નિપજ્યા હતા. આ અંગે ૨૫ શખ્સો સામે ફરિયાદ દાખલ થતાં કોર્ટમાં 37 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા.

[google_ad]

 

 

 

 

 

જેમાં 21 હોસ્ટાઇલ થયા હતા. 25 પૈકી 4 આરોપીના મોત થયા હોઇ 21 આરોપી સામેની સુનાવણી હાથ ધરાતાં ફરિયાદ પક્ષ રેકર્ડ પર નિશંક પણે ગુનો પુરવાર ન કરી શકતાં બીજા એડીશનલ સેશન્સ જજ એ.કે. શાહે ચાર મૈયત આરોપી સામેનો કેસ એબેટ કર્યો હતો. જ્યારે બાકીના આરોપીઓને હત્યાના ગુનામાંથી શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share