વેપારીની પૂરપાટ દોડતી કાર અથડાતાં ચાલકનું મોત : યુવક ભરૂચથી વેપાર માટે 2 માસ પહેલાં સ્થાયી થયો હતો

Share

સુરતના ડિંડોલીના સંતોષ પાર્ક સોસાયટી બહાર બુધવારની રાત્રે એક કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પલેક્ષની આગળની બાજુ અથડાતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

[google_ad]

 

 

એટલું જ નહીં પણ અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવતાં ચાલકને મહામુસીબતે બહાર કાઢ્યા બાદ પણ બચાવી શક્યા ન હતા. મૃતક યુવક યુવરાજ રેડીમેડ ગારમેન્ટનો વેપારી હોવાનું અને બે માસ પહેલાં જ ભરૂચથી સુરત વેપાર માટે શિફ્ટ થયો હોવાનું પરિવારે જણાવ્યું હતું. સમગ્ર અકસ્માત સી.સી.ટી.વી.માં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

આ અંગે ભાવેશ રાણાએ જણાવ્યું હતું કે, ભાઈ યુવરાજ દેવેન્દ્રસિંહ રાણા બે માસ પહેલાં જ પત્ની અને બે દીકરીઓ સાથે ભરૂચથી સુરત ડીંડોલીમાં સ્થાયી થયો હતો. ત્યારબાદ ઘર નજીક રેડીમેડ ગારમેન્ટની દુકાન શરૂ કરી હતી. અકસ્માતગ્રસ્ત કાર એની પોતાની હતી. અકસ્માત બાબતે વધારે કશું પણ જાણતા નથી. ઘટનાના લગભગ 4 કલાક બાદ પરિવારને જાણ કરાઇ હતી. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

[google_ad]

 

 

નજરે જોનાર સ્થાનિક યુવકે કહ્યું હતું કે, ખબર નહી શું થયું હશે કે, કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પલેક્ષ આગળ ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી બધા જ દોડી આવ્યા હતા. કારની બોનેટ આખું ડ્રાઇવર સાઈડમાં ઘૂસી ગયું હતું. જેમ તેમ કાર ચાલકને બહાર કાઢ્યો હતો. જો કે, કોઈ સારવાર મળે તે પહેલાં જ એનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

From – Banaskantha Update


Share