ચેન ચોરનાર અજાણ્યા શખ્સને સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડી વધુ પૂછપરછ હાથ ધરી : ચેન ચોરનાર અજાણ્યા શખ્સને પાલનપુર પશ્વિમ પોલીસને હવાલે કર્યો
પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં ફાટક નજીક શનિવારે ચેન સ્નેચિંગની ઘટના સામે આવી હતી. ત્યારે મહીલાના ગળામાંથી અજાણ્યો શખ્સ ચેન ખેંચી ભાગતાં મહીલાએ બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકોએ પીછો કરી ચોરનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડયો હતો.
ચોરી કરનાર અજાણ્યા શખ્સ પાસેથી મહીલાનો દોરો પરત કર્યો હતો. આ અંગે સ્થાનિક લોકોએ ચેન ચોરનાર અજાણ્યા શખ્સને પાલનપુર પશ્વિમ પોલીસને હવાલે કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ચોરી, લૂંટ અને ચીલઝડપના બનાવોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
ત્યારે શનિવારે પાલનપુર શહેરમાં આવેલ બેચરપુરા વિસ્તારમાં ફાટક નજીક ચેન સ્નેચિંગનો બનાવ બન્યો હતો.
ત્યારે મહીલાના ગળામાંથી અજાણ્યો શખ્સ ચેન ખેંચી ભાગતાં મહીલાએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવી ચોરનાર અજાણ્યા શખ્સનો પીછો કરી ઝડપી પાડયો હતો.
જ્યારે ચેન ચોરનાર અજાણ્યા શખ્સને સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે ચોરી કરનાર અજાણ્યા શખ્સ પાસેથી મહીલાનો દોરો પરત કર્યો હતો. આ અંગે સ્થાનિક લોકોએ ચેન ચોરનાર અજાણ્યા શખ્સને પાલનપુર પશ્વિમ પોલીસને હવાલે કર્યો હતો.
From-Banaskantha update