દાંતાના ધારાસભ્યે ગ્રામિણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરતો રદ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઇ

- Advertisement -
Share

 

કોંગ્રેસના દાંતા ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીએ મુખ્યમંત્રીને ગ્રામિણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇ પત્ર લખી રજૂઆત કરી છે.

 

 

જેમાં ગ્રામિણ વિસ્તારમાં કે અન્ય ડીઝાઇન અનુસાર ઘર બનાવવા અને પતરાવાળુ બાંધકામ માન્ય રાખવા તેમજ પરિપત્રોમાંની બંને શરતો રદ કરવા અથવા તેમાં ફેરફાર કરવા શુક્રવારે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

 

બનાસકાંઠા જીલ્લાના દાંતા કોંગ્રેસ ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ અંતર્ગત વર્ષ-2020-21 અન્વયે બનાવવામાં આવનાર આવાસોની

 

કામગીરીનું આયોજન અને અસરકારક અમલીકરણ સમય મર્યાદામાં અને પારદર્શિતા મુજબ થાય તે માટે ગ્રામ વિકાસ કચેરીના કમિશ્નર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

 

પરિપત્રની શરત નં. 6 મુજબ લાભાર્થીઓને નિયત કરેલ ટાઇપ ડીઝાઇનમાંથી પસંદ કરેલી ટાઇપોલોજી ડીઝાઇન અનુસાર ઘર બનાવવાનું રહેશે અને શરત નં. 7 માં પતરાની છતવાળુ બાંધકામ માન્ય ગણવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે.

 

ગ્રામિણ વિસ્તાર માટે આ શરતોમાં ફેરફાર કરવા કે રદ કરવાની જરૂરીયાત જણાય છે. ગ્રામિણ વિસ્તારમાં લાભાર્થીને નિયત કરેલા ટાઇપ ડીઝાઇનના બદલે અન્ય ડીઝાઇન અનુસાર ઘર બનાવવા છૂટ આપવી જોઇએ અને પતરાની છાંટવાળુ બાંધકામ પણ માન્ય ગણવું જોઇએ.

 

ગ્રામિણ નાગરીકોના હીતમાં સરકાર કક્ષાએ યોગ્ય નિર્ણય કરી પરિપત્રની શરત નં. 6 અને 7 માં સુધારો કરવા અન્યથા આ બંને શરત રદ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ર લખી શુક્રવારે રજૂઆત કરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!