વાવમાં ત્રણ સંતાનની માતા ઉપર દુષ્કર્મ આચરતાં ચકચાર, પીડિતાએ માવસરી પોલીસ મથકે ફરિયાદ નોધાવી

- Advertisement -
Share

બનાસકાંઠાના વાવ તાલુકાના સરહદી પંથકમાં ત્રણ સંતાનોની માતા પર બળજબરી કરી ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી. મહિલાએ માવસરી પોલીસ મથકે બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

એક ગામની ત્રણ સંતાનોની માતા ખેતરના શેઢે રખડતી ગાયો કાઢવા ગયા હતા ત્યારે ગલાભાઈ પરમારે મહિલાને રાયડાના પાકમાં હાથ પકડી ખેંચી બળજબરી કરી મહિલા પર દુષ્કર્મ કરી નાસી છૂટ્યો હતો જેને લઈ મહિલાએ ધરે આવી તેના પતિને બનાવની જાણ કરતા મહિલા પોતાના પતિ સાથે બનાવ વાળી જગ્યાએ જતા હતા.

ત્યારે રસ્તામાં અજેશીભાઈ પરમાર મળતા તેમણે ગાડી ઉભી રખાવી તારી પત્ની સાથે એકલા ગલાએ બળાત્કાર કર્યો છે હું પણ બળાત્કાર કરવાનો છું તેમ કહી અપશબ્દો બોલી જે થાય તે કરી લેવાની ધમકી આપતા મહિલા તેના પતિ સાથે ત્યાંથી નીકળી આગળ જતાં ગલાભાઈ પરમાર મહિલાના પતિને ગાડીમાંથી નીચે ઉતારી હાથ પર કુહાડી મારી ઈજાઓ કરી હતી જેને લઈ મહિલાએ માવસરી પોલીસ મથકે ગલાભાઈ રાવતભાઈ પરમાર અને અજેશીભાઈ આબાભાઈ પરમાર બંને (રહે, ટડાવ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!