પાલનપુરમાં એસ.ટી. કર્મચારીઓના પગાર ગ્રેડની માંગણી ન સંતોષાતાં ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

 

બનાસકાંઠા એસ.ટી. કર્મચારીઓના પગાર ગ્રેડની માંગણી ન સંતોષાતાં સોમવારે ડેપો મેનેજરને મજદૂર મહાસંઘની આગેવાનીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

 

 

 

છેલ્લા ઘણા સમયથી એસ.ટી. કર્મચારીઓ વિવિધ પ્રશ્નોને લઇ સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. અગાઉ ઓક્ટોબર માસમાં પુરા ગુજરાતમાં માસ સી.એલ. પર જવાની ચિમકી બાદ સરકારે મધ્યસ્થી કરી સંગઠનો સાથે બેઠક કરી પગાર

 

 

ગ્રેડ પેની માંગણી સ્વીકારી તા. 01/11/2021 થી કર્મચારીઓને લાભ આપવા લેખિત આશ્વાસન આપ્યું હતું. જો કે, આજદિન સુધી કર્મચારીઓને ગ્રેડ પેના નાણાંનો લાભ ન મળતાં એસ.ટી. કર્મચારીઓમાં આક્રોશ ભભૂક્યો છે.

 

 

સોમવારે જીલ્લામાં 7 ડેપો અને ડીવીઝન સહીત એસ.ટી. કર્મચારીઓએ ડેપો મેનેજરને આવેદનપત્ર આપી પોતાની માંગણી વહેલી તકે પુરી કરવા માંગ કરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!