કાણોદરના શખ્સે ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને પાસપોર્ટ બનાવી દેતાં ચકચાર

Share

 

પાલનપુર તાલુકાના કાણોદરના એક શખ્સે જન્મ તારીખનો ગ્રામ પંચાયતનો ખોટો દાખલો રજૂ કરી પાસપોર્ટ બનાવ્યો હતો. આ અંગે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

[google_ad]

 

 

 

 

 

 

પાલનપુર તાલુકાના કાણોદર અશ્કરીનગરમાં રહેતો મુન્તઝીરમહેંદી નિસારહુસેન થરાદરાએ પોતાની જન્મ તા. 04/07/1980 હોવા છતાં પાસપોર્ટ મેળવવા માટે જન્મનું ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જેમાં ખોટી તા. 04/07/1978 દર્શાવી હતી.

[google_ad]

 

 

 

 

 

 

 

દરમિયાન ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં આ સર્ટીફીકેટ કાણોદર ગ્રામ પંચાયતમાં ખરાઇ કરાવતાં નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તેની સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share