માવલ ચેકપોસ્ટ પરથી 39 વાછરડાં ભરેલા કન્ટેનર સાથે ચાર શખ્સો ઝડપાયા

Share

 

અમીરગઢ નજીક માવલ પોલીસ ચેકપોસ્ટ પરથી ખીચોખીચ 39 વાછરડાં ભરેલું કન્ટેનર સોમવારે સવારે રાજસ્થાન પોલીસે ઝડપી લીધું હતું. વાછરડાંને નજીકની ગૌશાળામાં લઇ જવાયા હતા. ચાર શખ્સોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ તાલુકામાં આવેલ માવલ પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન પોલીસ સ્ટાફ સોમવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતું RJ-189-GA-6927 નંબરના કન્ટેનરને પોલીસને શંકા જતાં રોકી તપાસ કરતાં તેમાં 39 વાછરડાં ભરેલા મળી આવ્યા હતા. કન્ટનેરમાં રાજસ્થાનના ટાંક જીલ્લાના ઇસ્લામપુરાથી વાછરડાં ભરીને અમદાવાદ લઇ જવાતા હતા.

[google_ad]

 

 

ઝડપાયેલા ચાર શખ્સો
(1) મદનલાલ રતનલાલ બાગરીયા (રહે.બજરંગ ચૌક, હરનૌદા, તાલુકો-માલપુરા,જીલ્લો-ટાંક)
(2) રાજસિંહ જયપાલસિંહ રાજપૂત (રહે.ભાદુગઢ, જોહરીનગર, હરિયાણા)
(3) આશિક સરીફ બંજારા (મુસલમાન) (રહે.ઇસ્લામપુર પોલીસ ચોકી, જીલ્લો-ટાંક)
(4) કાલુ ખાજુ બંજારા (મુસલમાન) (રહે.ઇસ્લામપુર પોલીસ ચોકી, જીલ્લો-ટાંક)

[google_ad]

 

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share