પાલનપુરની ચંડીસર જી.આઇ.ડી.સી.માં ટ્રકની ટક્કરે બાઇક સવાર 2 યુવકોના મોત

- Advertisement -
Share

પ્લાસ્ટીકની ફેક્ટરીમાં કામ કરતો યુવક અને ઉંઝાના યુવકનું અકસ્માતમાં મોત : ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યાં

 

પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં આવેલી જી.આઇ.ડી.સી.માં બુધવારે સાંજે ટ્રક ચાલકે ટક્કર મારતાં બાઇક સવાર રાજસ્થાનના 2 યુવકોના મોત નિપજ્યા હતા.
આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યાં હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં જી.આઇ.ડી.સી.માં આવેલી પ્લાસ્ટીકની ફેક્ટરીમાં રાજસ્થાનના ઉદેપુર જીલ્લાના લસાડીયા તાલુકાના રમીણા ગામના ગોવિંદરામ
ગોતીયા મીણા નોકરી કરતા હતા. જ્યાં સોમવારે સાંજે ઉંઝા રહેતાં તેમના સમાજના ધુળારામ નગા મીણા બાઇક નં. RJ-27-BN-6859 લઇને આવ્યા હતા.

 

તે દરમિયાન બુધવારે બપોરના સુમારે બંને જણા બાઇક લઇને ગણેશ કાંટાની બાજુમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવેલા ટ્રક નં. GJ-18-AU-7120 ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. બંનેના મૃતદેહો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી પી.એમ. કરાયું હતું.

 

આ અંગે ફેક્ટરીમાં જ નોકરી કરતાં મૃતકના ભાઇ ખેમરાજ ગોતીયા મીણાએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

 

રાજસ્થાનના ઉદેપુર જીલ્લાના લસાડીયા તાલુકાના રમીણા ગામના ગોવિંદરામ ગોતીયા મીણા અને તેમનો ભાઇ ખેમરાજ જી.આઇ.ડી.સી.ની પ્લાસ્ટીકની ફેક્ટરીમાં સાથે નોકરી કરતા હતા.

 

જ્યાં સોમવારે સાંજે ઉંઝા રહેતાં તેમના સમાજના ધુળારામ નગા મીણા બાઇક લઇને આવ્યા હતા અને તે રાત્રે ત્રણે જણા જમીને ફેક્ટરીમાં સૂઇ ગયા હતા અને મંગળવારે બપોરે બાઇક લઇને નીકળ્યા ત્યારે
જી.આઇ.ડી.સી. પરિસરમાં જ ટ્રક ચાલકે ટક્કર મારતાં ગોવિંદરામ અને ધૂળારામના મોત નિપજયા હતા. બાજુની ફેક્ટરીમાં કામ અર્થે ગયેલા ગોવિંદરામને અકસ્માત થયો હોવાની જાણ થતાં તેઓ તેમના માલિક સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.

 

પૂરઝડપે આવેલી ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતાં ઉંઝાથી આવેલા ધૂળારામના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતાં તેમનું કમકમાટીભર્યું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ગોવિંદરામને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!