ડીસામાં મંડળીની લોન ન ભરનાર શખ્સને કોર્ટે 6 માસની કેદની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

ડીસાની ધી બૈયતુલનશર સહકારી મંડળીએ બાકીદાર સામે કેસ કર્યો હતો

 

ડીસામાં આવેલી ધી બૈયતુલનશર સહકારી મંડળીમાંથી લોન લઇ રૂપિયા ભરપાઇ ન કરનાર બાકીદારને ડીસાની ત્રીજી જયુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે 6 માસની સજા ફટકારતાં બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના રાજપુરમાં આવેલ ધી બૈયતુલનશર બચત અને ધિરાણ સહકારી મંડળીમાંથી ડીસાના મીરા મહોલ્લામાં રહેતાં ઇર્ષાદએહમદ અબ્દુલકરીમ કુરેશી (ઉં.વ. આ. 33) એ લોન
લીધી હતી. જે લોન સમયસર ન ભરતાં મંડળીના અધિકારીએ ઉઘરાણી કરતાં ઇર્ષાદએહમદે રૂ. 2,87,772 નો તા. 30/06/2020 આદર્શ કો. ઓપરેટિવ બેંક લી. નો ચેક આપ્યો હતો.

 

જે ચેક મંડળીના ખાતામાં જમા કરાવવા મોકલાવતાં ઇર્ષાદએહમદના ખાતામાં બેલેન્સ ન હોઇ ચેક રીટર્ન થયો હતો. જેથી અધિકારીએ ડીસાની એડી. ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબની ફરિયાદ દાખલ કરી હતી.

 

જે કેસ ચાલી જતાં ન્યાયાધીશે આરોપી ઇર્ષાદએહમદ અબ્દુલકરીમ કુરેશીને 6 માસની સજાનો હુકમ કર્યો હતો. જો રકમ રૂ. 2,87,772 2 માસની અંદર ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કરતાં બાકીદાર ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!