ડીસા માર્કેટયાર્ડમાં જીરાની હરાજીનો પ્રારંભ : પ્રતિ મણે રૂ. 4,000 નો ભાવ ઉંચકાતાં ખેડૂતોમાં ખુશીની લહેર

- Advertisement -
Share

 

ડીસા સહીતના આજુબાજુના વિસ્તારમાં જીરાની આવક શરૂ થઇ છે. વેપારી મથક માર્કેટયાર્ડમાં નવિન જીરાની હરાજીનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રતિ મણ (20 કિલો) જીરાનો ભાવ રૂ. 4,000 પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી.

 

 

ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ડીસા ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ અને સંચાલક મંડળ દ્વારા ખેડૂતોને પોતાની ઉપજનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીની સીધી દેખરેખ હેઠળ જાહેરમાં ખુલ્લી હરાજી કરાઇ છે.

 

 

 

વેપારી મથક ડીસા શહેરના મુખ્ય માર્કેટયાર્ડમાં નવિન જીરાની આવક શરૂ થઇ છે. ખેડૂતોને ઘર આંગણે પોષણક્ષમ ભાવ મળી રહેતાં સમયની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને રૂપિયાની બચત થઇ રહી છે.

 

ગત વર્ષની સરખામણીએ જીરાનો પ્રતિ મણ (20 કિલો) નો ભાવ રૂ. 2,200 થી રૂ. 2,500 રહ્યો હતો. જેની સામે ચાલુ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં જીરાનો ભાવ રૂ. 3,800 થી રૂ. 4,000 સુધી નોંધાયો છે. જેથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ ગઇ છે.

 

આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતોને ઘર આંગણે જ પોતાના માલની સારી કિંમત મળી રહે તે માટે અમો કટીબધ્ધ છીએ. ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લી અને જાહેર હરાજી તેમજ પારદર્શક વહીવટ ખેડૂતોનો પણ વિશ્વાસ બેવડાઇ રહ્યો છે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!